ન્યુ યૉર્કના અટૅકરને હૉસ્પિટલની રૂમમાં પણ ISનો ઝંડો ફરકાવવો છે

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે ટેરરિસ્ટને ફાંસીની સજા કરવી જોઈએ


૨૯ ર્વષના આતંકવાદી સૈફુલો સાઇપોવને IS પ્રત્યે એટલો બધો ભક્તિભાવ છે કે તે ન્યુ યૉર્કની હૉસ્પિટલની રૂમમાં આતંકવાદી સંગઠનનો ઝંડો ફરકાવવા ઇચ્છતો હતો. સૈફુલો સાઇપોવે ન્યુ યૉર્કના ઉપનગર મૅનહટનમાં બાઇક્સ અને રાહદારીઓ માટેના ભીડવાળા રસ્તા પર પિક-અપ ટ્રક ઘુસાડીને આઠ જણને ખતમ કર્યા હતા. સાઇપોવ પોલીસના ગોળીબારમાં ઘાયલ થયો હોવાથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તે વ્હીલચૅર પર હતો.

સાઇપોવના મોબાઇલ ફોનમાં ૯૦ વિડિયો છે. એમાંથી મોટા ભાગના વિડિયો ત્લ્ના પ્રચારના છે. તેણે કરેલા હુમલામાં આઠ જણ માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા, પરંતુ સાઇપોવનો ઇરાદો વધારે નુકસાન કરવાનો હતો. શહેરના રસ્તા પર વધારે લોકોને અડફેટમાં લઈ શકાય એ માટે સાઇપોવે હૅલોવીનના તહેવારનો દિવસ પસંદ કર્યો હતો. સાઇપોવ પર આતંકવાદના આરોપો મૂકવામાં આવ્યા છે. સાઇપોવને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેણે પોતાના તરફથી કોઈ અરજ કરી નહોતી. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે સાઇપોવને ફાંસીની સજા કરવી જોઈએ.

સૈફુલો સાઇપોવે મંગળવારના હુમલાની તૈયારી એકાદ ર્વષ પહેલાં કરી હતી. બે મહિના પહેલાં સાઇપોવે વધુમાં વધુ નુકસાન કરવા માટે ટ્રકનો ઉપયોગ કરવાનો નિર્ણય લઈને પ્રૅક્ટિસ માટે બાવીસ ઑક્ટોબરે ટ્રક ભાડે લીધી હતી.

સાઇપોવ રાહદારીઓને અડફેટમાં લેવાનો સિલસિલો ચાલુ રાખવા માટે બ્રુકલિન બ્રિજની દિશામાં આગળ વધ્યો હતો. સાઇપોવે એ વખતે ટ્રકની આગળ અને પાછળ ત્લ્ના ઝંડા ફરકાવવાનો વિચાર કર્યો હતો, પરંતુ લોકોનું ધ્યાન પોતાના તરફ ન ખેંચાય એ માટે એ વિચાર પડતો મૂક્યો હતો.

કોલોરાડોના સ્ટોરમાં બંદૂકધારીએ મહિલા સહિત ત્રણ જણને ઠાર કર્યા

ગઈ કાલે અમેરિકાના કોલોરાડો સ્ટેટના થૉર્નટન શહેરના શૉપિંગ કૉમ્પ્લેક્સમાં પરોઢિયે પાંચ વાગ્યે એક બંદૂકધારીએ કરેલા ગોળીબારમાં ત્રણ જણ માર્યા ગયા હતા. થૉર્નટન ટાઉન સેન્ટર શૉપિંગ કૉમ્પ્લેક્સની અંદરના વૉલમાર્ટ સ્ટોરમાં પરોઢિયે ગોળીબારની ઘટના બાબતે કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK