માથાભારે નૉર્થ કોરિયાએ ફરી મિસાઇલ-પરીક્ષણ કર્યું, અમેરિકાના ગુઆમ ટાપુ સુધી એ પહોંચી શકે છે

નૉર્થ કોરિયા કહે છે, આ મિસાઇલમાં હાઇડ્રોજન બૉમ્બ ગોઠવી શકાય છે : મિસાઇલ જપાન પરથી પસાર થઈ દરિયામાં ખાબક્યું

missile

નૉર્થ કોરિયાએ ગઈ કાલે જપાનની ઉપરથી પ્રશાંત મહાસાગરમાં બૅલિસ્ટિક મિસાઇલ છોડ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રતિબંધોના જવાબમાં નૉર્થ કોરિયાએ પ્રશાંત મહાસાગરમાં અમેરિકાના ગુઆમ ટાપુ પર ત્રાટકવાની ક્ષમતા દર્શાવવા માટે આ લાંબા અંતરનું મિસાઇલ છોડ્યું હોવાનું આંતરરાષ્ટ્રીય વિશ્લેષણકારોએ જણાવ્યું હતું.

આ મહિનાના આરંભમાં નૉર્થ કોરિયાના છઠ્ઠા પરમાણુ પરીક્ષણ પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સિક્યૉરિટી કાઉન્સિલે આઠમી વખત પ્રતિબંધો જાહેર કર્યા બાદ રાજધાની પ્યૉન્ગયાંગ પાસેથી મિસાઇલ છોડવામાં આવ્યું હતું. એ મિસાઇલમાં હાઇડ્રોજન બૉમ્બ સરળતાથી ગોઠવી શકાય એમ હોવાનું નૉર્થ કોરિયાએ જાહેર કર્યા પછી રાષ્ટ્રસંઘની સિક્યૉરિટી કાઉન્સિલે ન્યુ યૉર્કમાં ઇમર્જન્સી મીટિંગ યોજી હતી.

shinzo

નૉર્થ કોરિયાનું આ મિસાઇલ ૩૭૦૦ કિલોમીટરનો પ્રવાસ કરીને દરિયાની સપાટીથી મહત્તમ ૭૭૦ કિલોમીટરની ઊંચાઈ પર પહોંચ્યું હતું અને પછી દરિયામાં ખાબક્યું હતું. રાજધાની પ્યૉન્ગયાંગ પાસેથી આ મિસાઇલ છોડવામાં આવ્યું. પ્યૉન્ગયાંગથી ગુઆમનું અંતર ૩૪૦૦ કિલોમીટર છે અને આ મિસાઇલે ૩૭૦૦ કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો એટલે એની ક્ષમતા ગુઆમ ટાપુ પર ત્રાટકવાની પણ છે. ગયા મહિને નૉર્થ કોરિયાએ જે મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું હતું એના કરતાં એ દૂર સુધી ગયું હતું.

મિસાઇ-લૉન્ચ વેળા અત્યાર સુધીનો સૌથી મોટો વિસ્ફોટ થયો હતો. અમેરિકાના પૅસિફિક કમાન્ડે ગઈ કાલે છોડવામાં આવેલું રૉકેટ ઇન્ટરમીડિયેટ રેન્જ બૅલિસ્ટિક મિસાઇલ (IRBM) હોવાનું કન્ફર્મ કર્યું હતું. જોકે એ મિસાઇલ નૉર્થ અમેરિકામાં અથવા પ્રશાંત મહાસાગરમાં ગુઆમ ટાપુ જેવા અમેરિકન પ્રદેશ પર ખતરો ઊભો કરી શકે એમ ન હોવાનું પણ પૅસિફિક કમાન્ડે જણાવ્યું હતું. અગાઉ નૉર્થ કોરિયા આવા મિસાઇલ દ્વારા ગુઆમને ટાર્ગેટ કરવાની ધમકી આપી ચૂક્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK