પાકિસ્તાનની સૌથી મોટી પ્રાઇવેટ બૅન્કને અમેરિકાએ દરવાજો બતાવ્યો

આતંકવાદીઓને ફન્ડિંગ કરવાના આરોપસર ફટકાર્યો ૧૪૩૫ કરોડ રૂપિયાનો દંડ

hbl


આતંકવાદને લઈને પાકિસ્તાનને ફરીથી અમેરિકા તરફથી સૌથી મોટો આંચકો લાગ્યો છે. અમેરિકાના બૅન્કિંગ-નિયામકોએ ૪૦ વર્ષથી ન્યુ યૉર્કમાં કાર્યરત ઇસ્લામાબાદની હબીબ બૅન્કને પોતાની બ્રાન્ચ બંધ કરવાનો આદેશ આપ્યો છે. હબીબ બૅન્ક સામે આ કાર્યવાહી આતંકવાદીઓને ફન્ડિંગ અને મની-લૉન્ડરિંગ જેવા મામલાઓને કારણે થઈ છે. હબીબ પાકિસ્તાનની સૌથી મોટી પ્રાઇવેટ બૅન્ક છે. ન્યુ યૉર્કના બૅન્કિંગ-અધિકારીઓના જણાવ્યા મુજબ સતત ઘણાં સૂચનોની અવગણના કરવામાં આવી છે. આ બૅન્ક દ્વારા એવાં ટ્રાન્ઝૅક્શન્સ થયાં હોવાની આશંકા છે જેનો આતંકવાદ  મની-લૉન્ડરિંગ કે બીજી ગેરકાયદે ગતિવિધિઓમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

અમેરિકામાં વિદેશી બૅન્કોની નિયંત્રક સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનૅન્શ્યલ સર્વિસિસ દ્વારા હબીબ બૅન્કને ૨૨.૫૦ કરોડ ડૉલર એટલે કે અંદાજે ૧૪૩૫ કરોડ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. જોકે બૅન્કને પહેલાં ૬૨.૯૬ કરોડ ડૉલરનો દંડ કરવાનો પ્રસ્તાવ હતો, પરંતુ પછી એને ઘટાડવામાં આવ્યો હતો. હબીબ અમેરિકામાં ૧૯૭૮થી કાર્યરત છે. ૨૦૦૬માં કેટલાંક સંભવિત ગેરકાયદે ટ્રાન્ઝૅક્શન્સ પર શંકા બાદ બૅન્કને આ પ્રકારની લેવડદેવડ પર સખત કાર્યવાહી કરવાની સૂચના અપાઈ હતી, પરંતુ બૅન્ક એમ કરવામાં નિષ્ફળ રહી હતી. હબીબ બૅન્ક દ્વારા સાઉદી અરેબિયાની પ્રાઇવેટ બૅન્ક અલ રજહી સાથે અજબો ડૉલરની લેવડદેવડ થઈ છે. આ બૅન્ક અલ-કાયદાના સંપર્કમાં હતી. હબીબ બૅન્ક એવું સાબિત કરવામાં પણ અસફળ રહી હતી કે આ રકમનો ઉપયોગ હવાલા કે આતંકવાદને ઉત્તેજત આપવા માટે નથી કરાયો.

પાકિસ્તાન તો સદાબહાર દોસ્ત છે

પાકિસ્તાનના કાયમી મિત્ર ચીને ફરી એક વાર આતંકવાદવિરોધી અભિયાન માટે એની પીઠ થપથપાવી છે. બ્રિક્સ સંમેલનમાં આતંકવાદની આકરી ટીકા અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોની ટીકા બાદ ચીને પાકિસ્તાનનું સમર્થન કર્યું છે.

ચીન-પાકિસ્તાને સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની નવી અફઘાનિસ્તાન નીતિઓની પણ આલોચના કરી હતી. બ્રિક્સ સંમેલનના ઘોષણાપત્રમાં પાકિસ્તાનનાં આતંકવાદી સંગઠનો જૈશ-એ મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કર-એ-તય્યબાની આકરી ટીકા કરવામાં આવી હતી.

ચીને ગઈ કાલે પાકિસ્તાનના આતંકવાદીવિરોધી પ્રયાસોનું સમર્થન કર્યું હતું અને પાકિસ્તાનને સદાબહાર દોસ્ત ગણાવ્યું હતું. ચીનના વિદેશપ્રધાને કહ્યું હતું કે ‘પાકિસ્તાનના લોકો અને સરકારે આતંકવાદ સામે લડતમાં મોટાં બલિદાનો આપ્યાં છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે એનો સ્વીકાર કરવો જોઈએ. પાકિસ્તાનને એનું શ્રેય જાય છે.’

ચીન અને પાકિસ્તાનના વિદેશપ્રધાન વચ્ચે થયેલી વાતચીત બાદ આ સ્ટેટમેન્ટ બહાર આવ્યું છે. પાકિસ્તાનના વિદેશપ્રધાન પ્રથમ વખત ચીનના પ્રવાસે છે. અમેરિકા સાથે પાકિસ્તાનના બગડેલા સંબધો વચ્ચે તેમનો ચીનનો પ્રવાસ યોજાયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK