નેપાલ એકલે હાથે માપશે એવરેસ્ટની ઊંચાઈ

હિમાલયમાં ૨૦૧૫ના ધરતીકંપ પછી એની હાઇટમાં ફેરફાર થયો હોવાનું કહેવાય છે


૨૦૧૫માં હિમાલયમાં ધરતીકંપ આવ્યા પછી વિશ્વના સૌથી ઊંચા  શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈમાં ફેરફાર થયો હોવાની અટકળોને પગલે નેપાલ એ શિખરની ઊંચાઈ ફરી વખત માપવાની કામગીરી હાથ ધરશે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપવાની ભગીરથ કામગીરી નેપાલ સરકારનું ડિપાર્ટમેન્ટ ઑફ સર્વે પહેલી વખત એકલે હાથે પાર પાડશે. ભારતીય સર્વેક્ષણ પ્રમાણે ૧૯૫૫માં એ શિખરની ઊંચાઈ ૮૮૪૮ મીટર નોંધાઈ હતી.   

માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ બદલાયાના અનેક દાવા કરવામાં આવે છે. ખાસ કરીને કેટલાક ધરતીકંપો આવ્યા પછી એ ઊંચાઈમાં ફેરફાર થયો હોવાનું ચર્ચાય છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ અમેરિકા અને ચીને એવરેસ્ટની ઊંચાઈના જુદા-જુદા આંકડા દર્શાવતાં વિવાદ પણ જાગ્યો હતો. એથી ઊંચાઈનો સાચો-નિશ્ચિત આંકડો મેળવવા માટે ફરી માપણી કરવાની જરૂર ઊભી થઈ હતી. આવશ્યક માળખાકીય જોગવાઈઓ તૈયાર થયા પછી નેપાલ સરકારનો ડિપાર્ટમેન્ટ ઑફ સર્વે એ શિખરની ઊંચાઈ માપવાની શરૂઆત કરશે.


૨૦૦૫માં ચીને માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ બરફના થરનો ભાગ બાદ કરતાં ફક્ત ખડકાળ હિસ્સાને માપતાં ૮૮૪૪ મીટર હોવાનું તારણ જાહેર કર્યું હતું. નેપાલ સરકારે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપવા માટે બરફના થરને પણ ગણવાનો માપદંડ અપનાવ્યો છે. ચીન અને અમેરિકા સહિતના અનેક દાવાઓના વિવાદને પૂર્ણવિરામ આપવા અને ૨૦૧૫ના ધરતીકંપ પછી એ શિખરના માળખામાં કોઈ ફેરફાર થયો છે કે નહીં એ જાણવાના ઉદ્દેશથી પણ ફરી માપણી કરવાનો ઉપક્રમ હાથ ધરવામાં આવશે.

himalaya


નેપાલ સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ સર્વેએ એ કામગીરીની ટેક્નિકલ જાણકારી અને કૌશલ્યની સજ્જતા ઉપરાંત ખર્ચને પહોંચી વળવાની ક્ષમતા પણ દર્શાવી છે. પચીસ કરોડ નેપાલી રૂપિયાને ખર્ચે બે વર્ષમાં માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપવાની કામગીરી પાર પાડવાનો અંદાજ ડિપાર્ટમેન્ટે દર્શાવ્યો છે. ઊંચાઈ ભારતની સમુદ્રની સપાટીને આધારે માપવામાં આવશે. નેપાલ પહેલી વખત એકલે હાથે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપી રહ્યું છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK