વેરી વેલકમ ટુ લંડન : બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા

બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેએ નરેન્દ્ર મોદીને આવકારીને કહ્યું...

modi

પાંચ દિવસના વિદેશપ્રવાસના ભાગરૂપે ગઈ કાલે બ્રિટન પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મંત્રણા દરમ્યાન બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેએ વિવિધ વિષયો પર વ્યાપક મંત્રણા કરી હતી. યુરોપિયન યુનિયનથી બ્રિટન છૂટું પડ્યા પછીની પરિસ્થિતિમાં દ્વિપક્ષી સંબંધોને નવું રૂપ અને નવી વ્યાખ્યા બક્ષવાના ઉદ્દેશથી બન્ને વડા પ્રધાનોએ વાતચીત કરી હતી. મોદી ચાર દિવસના બ્રિટનના પ્રવાસે ગયા છે.

ગઈ કાલે બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેના લંડનના સત્તાવાર નિવાસસ્થાન ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બ્રેકફાસ્ટ-મીટિંગ માટે નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. થેરેસા મેએ મોદીની સાથે ઔપચારિક હૅન્ડશેક કરીને ‘વેરી વેલકમ ટુ લંડન, પ્રાઇમ મિનિસ્ટર’ કહીને તેમનું સ્વાગત કર્યું હતું. બન્ને નેતાઓએ ભારત અને બ્રિટન વચ્ચે સહકારવૃદ્ધિની ચર્ચા કરી હતી.

વડા પ્રધાન મોદીએ થેમેસા મે સાથેની ચર્ચામાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના ઍકસ્ટ્રાડિશન વિશે પણ ચર્ચા કરી હોવાનું કહેવાય છે. જોકે આ વિશે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નહોતી.

મોદીની આ મુલાકાત દરમ્યાન અનેક કરારો પર સહી-સિક્કા કરવામાં આવનાર હોવાનું ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. બન્ને દેશો વચ્ચેના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવા વિશેના MoUની મુદત ૨૦૧૪માં પૂરી થઈ છે. સંબંધિત ક્ષેત્રમાં બાયોમેટ્રિક તથા અન્ય સંશોધનોને ધ્યાનમાં રાખતાં એ MoUનું રિન્યુઅલ પણ કરવામાં આવશે. એની સાથે અન્ય ક્ષેત્રોનાં મળીને ડઝનેક MoU પર સહી-સિક્કા કરવામાં આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK