૨૪ વર્ષ પહેલાં સ્કૉટલૅન્ડના મર્ડરકેસનો ઇન્ડિયન આરોપી જર્મનીમાં ઝડપાયો

૧૯૯૩માં પાકિસ્તાની હોટેલના માલિકની હત્યા કરીને અવતાર સિંહ છૂ થઈ ગયો હતો

ansar shah

૨૪ વર્ષ પહેલાં સ્કૉટલૅન્ડમાં ભારતીય અને પાકિસ્તાની હોટેલોના ઝઘડાને કારણે થયેલી હત્યાના કેસમાં મૂળ ભારતીય મનાતા ૫૧ વર્ષના આરોપીની જર્મનીમાં ૨૪ વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે. સ્કૉટલૅન્ડ પોલીસે જણાવ્યું હતું કે ૧૯૯૩ની ૪ ઑક્ટોબરે સ્કૉટલૅન્ડના એયરશર પ્રાંતના એયર શહેરમાં પાકિસ્તાનના વતની અન્સાર શાહની હત્યાના કેસમાં જર્મનીથી ધરપકડ કરવામાં આવેલા એક જણને સ્કૉટિશ લાવવામાં આવશે.

દિલ્હીથી ફ્લાઇટમાં ફ્રૅન્કફર્ટ પહોંચતાં જ ધરપકડ કરવામાં આવેલા કથિત આરોપીનું નામ અવતાર સિંહ હોવાનું મનાય છે. હત્યાની ઘટના વેળા અવતાર સિંહ એયરશર શહેરની એક ઇન્ડિયન રેસ્ટોરાંમાં વેઇટર હતો. હત્યાની ઘટના બાદ તે રફુચક્કર થઈ ગયો હતો. લોકલ મીડિયાના રિપોટ્ર્સ અનુસાર એ વખતે વિદેશથી આવતા લોકોની સ્ટાફમાં અપૉઇન્ટમેન્ટના મુદ્દે સ્કૉટલૅન્ડની ભારતીય અને પાકિસ્તાની હોટેલો વચ્ચે જોરદાર ઝઘડો ચાલતો હતો.

અન્સાર શાહ એ વખતે અર્માન બ્રેસરી નામની રેસ્ટોરાંના માલિક હતા. એ રેસ્ટોરાંને નવું નામ એયર ઇન્ડિયા આપવામાં આવ્યું હતું. ૧૯૯૩માં પાકિસ્તાનીઓના એક જૂથની ભારતીયોના જૂથ સાથે મારામારી દરમ્યાન અન્સાર શાહને ચપ્પુ મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. એ હુમલામાં અન્ય બે જણ ઘાયલ થયા હતા. એ ઘટના પછી અવતાર સિંહને શોધવા માટે સમગ્ર બ્રિટનમાં શોધખોળ ચલાવવામાં આવી હતી. અવતાર સિંહ એયરશર પ્રાંતના કિલ્મરનૉક વિસ્તારની જ્વેલ ઍન્ડ ક્રાઉન રેસ્ટોરાંમાં વેઇટર તરીકે નોકરી કરતો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK