ઈરાન-ઇરાકમાં ભૂકંપ : ભૂકંપમાં 20 ગામ નામશેષ થઈ ગયાં

૪૦૦થી વધુ લોકોનાં મોત, ૨૫૦૦થી વધુ લોકો ઘાયલ

earthquake


ઈરાન-ઇરાકની સીમા પર રવિવારે આવેલા શક્તિશાળી ધરતીકંપમાં અત્યાર સુધી ૪૦૦ કરતાં વધુ લોકોનાં મોત થયાં છે અને ૬૭૦૦ લોકો ઘાયલ થયા છે. માત્ર ઈરાનમાં ૨૦૭ લોકોનાં મોત થયાં છે. રવિવારે આવેલા ભૂકંપનું કેન્દ્ર ઈરાન સીમા પાસે જમીનથી માત્ર ૨૩.૨ મીટર ઊંડાણમાં હતું. કેન્દ્રબિન્દુ બહુ ઊંડું ન હોવાથી બહોળા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના હોવાનું ઈરાનના એક અધિકારીએ જણાવ્યું છે. રિક્ટર સ્કેલ પર આ ધરતીકંપની તીવ્રતા ૭.૩ મપાઈ છે. આ શક્તિશાળી ધરતીકંપ બાદ અત્યાર સુધીમાં ૫૦ કરતાં વધુ ભૂકંપના ઝટકા અનુભવાયા છે.

ધરતીકંપના આ ઝટકા ઈરાન-ઇરાક ઉપરાંત પાકિસ્તાન, લૅબનન, કુવૈત, ટર્કી અને ઇઝરાયલમાં પણ અનુભવાયા હતા. ધરતીકંપને કારણે ૨૦ કરતાં વધુ ગામો નષ્ટ થઈ ગયાં છે. વીજળી અને પાણીપુરવઠો અટકાવવામાં આવ્યો છે. હેલિકૉપ્ટર દ્વારા ધરતીકંપથી પ્રભાવિત વિસ્તારોમાં લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં આવી રહી છે. ધરતીકંપને કારણે થયેલું ભૂસ્ખલન બચાવકાર્યમાં અડચણરૂપ બની રહ્યું છે.

બીજી તરફ ઇરાકે જાનહાનિનો કોઈ આંકડો આપ્યો નહોતો. ભૂકંપના ઝટકાથી લોકોમાં દહેશત ફેલાઈ છે અને તેઓ ઘરમાંથી બહાર નીકળીને સડકો પર ઊતરી આવ્યા છે. ઈરાનના રેડ ક્રેસન્ટ સંગઠને જણાવ્યું હતું કે અહીંનાં આઠ ગામડાંઓમાં ભારે નુકસાન થયું છે. ઈરાન ધરતીના એવા ભાગમાં વસેલું છે જ્યાં ભૂગર્ભમાં અનેક ફૉલ્ટ લાઇન્સ છે અને એને કારણે વારંવાર ધરતીકંપના આંચકા આવવાની શક્યતા રહે છે.

૨૦૦૩માં ઈરાનમાં ૬.૬ તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો જેમાં ઐતિહાસિક શહેર બામ નાશ પામ્યું હતું અને એમાં ૨૬,૦૦૦ લોકોનાં મોત થયાં હતાં. ઈરાનમાં છેલ્લો મોટો ધરતીકંપ ૨૦૧૨ના ઑગસ્ટમાં આવ્યો હતો અને એમાં ૩૦૦ કરતાં વધુ લોકોનું મોત થયાં હતાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK