ચીન સામે લાલ આંખ બતાવનાર વિશ્વમાં એકમાત્ર લીડર છે મોદી : US

અમેરિકાના ચીની એક્સપર્ટે સંસદીય સમિતિને કહ્યું કે વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટનો વિરોધ કરવાની હિંમત અમેરિકા પણ નથી કરી શક્યું


narendra modi


ચીનની ‘વન બેલ્ટ, વન રોડ’ યોજના બાબતે અમેરિકા અત્યાર સુધી ચૂપ બેઠું છે, પરંતુ નરેન્દ્ર મોદીએ એનો વિરોધ કર્યો હોવાનું અમેરિકાના ચીન સંબંધી અગ્રણી નિષ્ણાતે જણાવ્યું હતું. અમેરિકી સંસદની એક બેઠકમાં પ્રતિષ્ઠિત હડસન ઇãન્સ્ટટuૂટના સેન્ટર ફૉર ચાઇનીઝ સ્ટ્રૅટેજીના ડિરેક્ટર માઇકલ પિલ્સબરીએ સંસદસભ્યોને જણાવ્યું હતું કે શી જિનપિંગના મહત્વાકાંક્ષી વન બેલ્ટ, વન રોડ પ્રોજેક્ટ સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ટીમે ખુલ્લો વિરોધ કર્યો હતો.

માઇકલ પિલ્સબરીએ નરેન્દ્ર મોદી અને ભારતની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ‘અન્ય દેશોનાં હિતોને હાનિ કરતા વન બેલ્ટ, વન રોડ પ્રોજેક્ટની વિરુદ્ધ બોલનારા વિશ્વના એકમાત્ર રાજદ્વારી આગેવાન નરેન્દ્ર મોદી છે. એનું એક કારણ એ છે કે એ પ્રોજેક્ટ ભારતના સાર્વભૌમત્વનો ભંગ કરે એમ છે. એ પ્રોજેક્ટ પાંચ વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે. એ પાંચ વર્ષના સમયગાળામાં અને અગાઉ જ્યારે એ પ્રોજેક્ટની ચર્ચા ચાલતી હતી એ દરમ્યાન અમેરિકાએ ચુપકીદી સેવી છે.’

એશિયામાં ભારતીય ઉપખંડના દેશો અને પ્રશાંત મહાસાગરના કિનારાના દેશો ઇન્ડો પૅસિફિક રીજન બાબતે નવો વ્યૂહ અપનાવવા બદલ ડોનલ્ડ ટ્રમ્પ સરકારની પ્રશંસા કરતાં માઇકલ પિલ્સબરીએ જણાવ્યું હતું કે અમેરિકાના પ્રમુખ સહિત ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓ અત્યાર સુધીમાં પચાસેક વખત ફ્રી ઍન્ડ ઓપન ઇન્ડો પૅસિફિક રીજનનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. ફ્રી ઍન્ડ ઓપન ઇન્ડો પૅસિફિક રીજન વિશે ચીન ટીકા કરી ચૂક્યું છે, કારણ કે તેમને એ વિષયમાં પ્રગતિ ગમતી નથી. માઇકલ પિલ્સબરી અમેરિકાના સંરક્ષણ મુખ્યાલય પેન્ટાગૉનમાં પણ મહત્વના અધિકારીના હોદ્દા પર રહી ચૂક્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK