ભારતના વડા પ્રધાન ક્રાન્તિકારી છે : ઇઝરાયલના વડા પ્રધાન

ઇઝરાયલ સાથે ૯ સમજૂતીકરાર થશે, બેન્જામિન નેતન્યાહુએ મોદીની પ્રશંસા કરતાં કહ્યું...

israel

રવિવારે ભારતની છ દિવસની મુલાકાતે આવેલા ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગઈ કાલે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષી ચર્ચા કરી હતી. આ ચર્ચા બાદ બન્ને નેતાઓએ સંયુક્તપણે પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચે કુલ ૯ સમજૂતી કરાર કરવા બાબતે સહમતી થઈ હતી. આ દરમ્યાન મોદી અને નેતન્યાહુ વચ્ચે ઘણી ઉષ્મા જોવા મળી હતી. બન્ને નેતાઓએ એકમેકનાં ભરપેટ વખાણ કયાર઼્ હતાં. નેતન્યાહુએ જણાવ્યું હતું કે મોદીની ઇઝરાયલની મુલાકાત વખતે તેમના માટે આયોજિત કાર્યક્રમ રૉક કૉન્સર્ટ જેવો હતો.

બન્ને દેશો વચ્ચે અનેક મહત્વના મુદ્દાઓ પર સંયુક્તપણે કામ કરવા સહમતી સધાઈ હતી. સાઇબર સુરક્ષા ઉપરાંત ફિલ્મનિર્માણ, પેટ્રોલિયમ, ઇન્વેસ્ટ ઇન્ડિયા, ઇન્વેસ્ટ ઈઝરાયલ વિશે બન્ને વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. સૌરઊર્જાના ક્ષેત્રમાં પણ બન્ને દેશો સાથે મળીને કામ કરશે.

israel1

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂઆત કર્યા બાદ ઇઝરાયલની ભાષામાં કેટલીક લાઇનો બોલી હતી. મોદીએ નેતન્યાહુને દોસ્ત ‘બીબી’ કહીને પણ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘બન્ને દેશો વચ્ચે ફિલ્મ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સંરક્ષણ અને રોકાણને લઈને સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. હું આશા રાખું છું કે આવનારા સમયમાં બન્ને દેશો મળીને એકમેકની તરક્કી અને બન્ને દેશોની જનતા માટે સાથે મળીને કામ કરશે. મને ખુશી છે કે મારા મિત્ર નેતન્યાહુએ એવા સમયે ભારતની મુલાકાત લીધી છે જ્યારે દેશમાં લોહડી, મકર સંક્રાન્તિ, પોંગલ અને બિહૂ જેવા તહેવારોની મોસમ ચાલી રહી છે.’

નેતન્યાહુએ મોદીનાં વખાણ કરતાં કહ્યું હતું કે ‘તમે એક ક્રાન્તિકારી નેતા છો. તમારા પ્રયત્નોથી ભારત અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરશે. તમારી ઇઝરાયલની મુલાકાતે બન્ને દેશોના સંબંધને એક નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે. આપણા બન્નેના દેશ એવા છે જેમનો ભૂતકાળ ગૌરવશાળી છે અને જે પોતાના વર્તમાન પર ગર્વ કરે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK