ઑડિયો ટેપ દ્વારા ખૌફ ફેલાવતો બગદાદી ફરી આવ્યો સામે

ખૂંખાર આતંકી સંગઠન ISISના ચીફ અબુ બકર અલ બગદાદીની નવી ઑડિયો ટેપ સામે આવી છે

BAGDADI


 બુધવારે ઈદના દિવસે સામે આવેલી આ કથિત ઑડિયો ટેપમાં બગદાદી પોતાના સમર્થકોને લડાઈ ચાલુ રાખવા કહ્યું છે. 54 મિનિટની આ ઑડિયો ટેપમાં બગદાદીએ કહ્યું છે, 'તમે બધા એક રહો, હિંમત ન હારો કારણ કે અલ્લાહ આપણી પરીક્ષા કરી રહ્યો છે.' આ ઑડિયો ટેપ ISISની મીડિયા વિંગ અલ ફુરકાને જાહેર કર્યો છે. જો કે હજી સુધી આ ઑડિયો ટેપમાં બગદાદીનો જ અવાજ છે કે કેમ તે સાબિત નથી થયું. આ ટેપમાં કહેવાયું છે કે સિરિયન અને રશિયન સેના ISISને બરબાદ કરવા ઈચ્છે છે.

બગદાદી આ ઑડિયો ટેપમાં કહી રહ્યો છે કે ભય અને ભૂખ તેમના સમર્થકોની પરીક્ષા લઈ રહ્યા છે. પરંતુ જે ધીરજ રાખીને પરિસ્થિતિનો સામનો કરશે તેમને જ ખુશખભરી મળશે. સાથે જ બગદાદીએ કહ્યું છે, 'એક સાચા મુજાહિદ્દીન માટે જીત કે હાર ફક્ત તેની પાસે કેટલા શહેર, મિસાઈલ કે બોમ્બ છે તેના પર નિર્ભર નથી. અલ્લાહ પર ભરોસો જ જીતનો આધાર છે.' બગદાદીએ રશિયા અને અમેરિકા માટે ચેતવણી ઉચ્ચારી છે અને જેહાદીઓએ તેમને ભયાનક અંજામ આપવા માટે તૈયાર હોવાનું કહ્યું છે.

બગદાદીનો છેલ્લો સંદેશ 2017માં સપ્ટેમ્બરમાં આવ્યો હતો. આ વખતની ઑડિયો ક્લીપ બગદાદીના અવાજ, ભાષા સાથે મળતો આવે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK