માયામીના માથેથી ઘાત ગઈ

ફ્લૉરિડામાં શોધ અને બચાવકાર્ય આજથી શરૂ, ચક્રવાત ઇર્માનું જોર ઓછું થયું, ફ્લૉરિડા કીઝના ટાપુઓમાં સૌથી વધુ નુકસાન

florida


ભયાનક વાવાઝોડાની ઝપટમાં આવેલા ફ્લૉરિડામાં શોધ અને બચાવકાર્ય હવે શરૂ થયું થશે અને ત્યાર બાદ જ  ચક્રવાત ઇર્માએ વેરેલી તારાજી વિશે માહિતી મળી શકશે. ગઈ કાલે તોફાન અમેરિકાના પિમ દિશા તરફ વળી ગયું હતું અને એ હવે ઘણું નબળું પડી ગયું છે. એણે માયામી અને અન્ય શહેરી વિસ્તારોને નુકસાન પહોંચાડ્યું છે. દરમ્યાન ફ્લૉરિડા કીઝ ટાપુના લોકલ ઇમર્જન્સી મૅનેજરે બહુ મોટા પ્રમાણમાં સ્વાસ્થ્ય અને સલામતીનો પ્રશ્ન ઊભો થશે એવી ચેતવણી આપી છે. આ વાવાઝોડાને કારણે અત્યાર સુધી ચાર લોકો મરણ પામ્યા છે. જોકે આ મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

લોકોએ તેમનાં ઘરોમાં પાછા ફરતાં પહેલાં થોડી રાહ જોવી પડશે. સમગ્ર રાજ્યમાં પાવરની સમસ્યા છે. વળી રોડ પરથી વાહન જઈ શકે એવી પરિસ્થિતિ નથી. માયામી શહેર સહેજ માટે બચી ગયું હતું. તોફાનને કારણે શહેરને બહુ નુકસાન નથી થયું, પરંતુ ફ્લૉરિડા કીઝ ટાપુને ઘણું મોટું નુકસાન થયું છે. સંદેશવ્યવહાર બીજા દિવસે પણ પ્રભાવિત રહ્યો હતો. અંદાજે ૧૦,૦૦૦ લોકોએ તોફાનની ચેતવણી છતાં પોતાનું ઘર છોડ્યું નહોતું. તેઓ કેવી સ્થિતિમાં છે એની ખબર નથી.

સરકાર માટે સૌથી મહત્વનું કામ કીઝ ટાપુને જોડતા ૪૨ જેટલા પુલોની ક્ષમતાને ચકાસવાનું છે, કારણ કે એ બચાવકાર્ય માટે ઘણું જ મહત્વનું છે. જો એક પણ પુલ ખરાબ હાલતમાં હશે તો એની સાથે જોડાયેલા ટાપુમાં ફસાયેલા લોકોની સ્થિતિ ઘણી જ ખરાબ બનાવશે. ફ્લૉરિડામાં અત્યારે અંદાજે ૩૪ લાખ ઘરોમાં ઇલેક્ટ્રિક સપ્લાય નથી. માયામીમાં જ ૮૦ ટકા પાવરલાઇન બંધ છે. વળી શહેરના મોટા વિસ્તારમાં પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં. જોકે અન્ય વિસ્તારોની સરખામણીમાં માયામી શહેરમાં બહુ જ ઓછું નુકસાન થયું છે એવું કહી શકાય, કારણ કે ચક્રવાત ઇર્માને કારણે સેન્ટ માર્ટિનમાં ૨૮ અને ક્યુબામાં ૧૦ લોકો મરણ પામ્યા છે તેમ જ મોટી સંખ્યામાં જાનમાલને નુકસાન થયું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK