લાસ વેગસનો અટૅકર રહસ્યનો કોયડો

તેણે ગોળીબાર શું કામ કર્યો એ પ્રશ્ન પોલીસને મૂંઝવી રહ્યો છે, તે માનસિક રીતે અસ્થિર નહોતો
લાસ વેગસની મૅન્ડલે બે હોટેલના ત્રેવીસમા માળેથી ગોળીબાર કરનારો સ્ટીફન પૅડક નેવાડાની ઍરિઝોનાની સીમા તરફના મેસ્ક્વિટ શહેરમાં ૬૨ વર્ષની ગર્લફ્રેન્ડ સાથે રહેતો અમીર રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર હતો. મેસ્ક્વિટ શહેરથી ૫૦૦ માઇલ દૂર રેનો શહેરની રિટાયરમેન્ટ કમ્યુનિટીની વસાહતમાં પણ સ્ટીફનની માલિકીની જગ્યા છે. લાસ વેગસના જુગારખાનામાં વિડિયો પોકર ગેમ રમવામાં મોટી રકમોની હાર-જીત માટે જાણીતો હોવાનું સ્ટીફનના ભાઈ એરિક પૅડકે જણાવ્યું હતું, પરંતુ હોટેલના બત્રીસમા માળેથી ગોળીબાર કરવાનું કારણ અથવા એ કારણની આશંકાનો નિર્દેશ કરે એવી કડી પણ મળી નથી.

પોલીસ કે અન્ય ઇન્વેસ્ટિગેશન એજન્સીઝ ઉપરાંત ગુનેગારનો પરિવાર પણ રવિવારે રાતે કસીનો હોટેલમાં ૧૭ બંદૂકો વારાફરતી વાપરીને ગોળીઓ વરસાવીને મ્યુઝિક ફેસ્ટિવલ માણતા ૫૯ જણની લાશોના ઢગલા કરવા પાછળનું કારણ શું હોઈ શકે એની અટકળો પણ વ્યક્ત કરી શકે એમ નથી, કારણ કે સ્ટીફન એક વખતે અકાઉન્ટન્ટનો જૉબ કરતો હતો અને તેનો કોઈ ક્રિમિનલ રેકૉર્ડ પણ નથી. જોકે સ્ટીફનના ફાધર બેન્જામિન હૉસ્કિન્સ પૅડક રીઢા બૅન્કલૂંટારા હતા. બેન્જામિને ૧૯૬૦માં એક FBI એજન્ટને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો તેમ જ ૧૯૬૯માં ટેક્સસની જેલમાંથી નાસી જવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

૧૦ સૂટકેસમાં હતો મોતનો સામાલ

શૂટર સ્ટીફન પૅડક ૧૦ સૂટકેસ ભરીને હોટેલ-કસીનો મૅન્ડલે બે રિસૉર્ટમાં ગયો હતો. એથી તેનો ઇરાદો મોટા પ્રમાણમાં હુમલો કરવાનો જણાતો હતો. સ્ટીફનના બત્રીસમા માળ પરના રૂમમાં હૅન્ડગન્સ અને અન્ય રાઇફલ્સ સહિત ૨૩ શસ્ત્રો પકડાયાં હતાં. એમાંથી કેટલીક રાઇફલ્સમાં ટેલિસ્કોપ્સ પણ ગોઠવેલાં હતાં. એ ઉપરાંત તેની કારમાંથી સ્ફોટક પદાર્થ તરીકે વપરાતા અમોનિયમ નાઇટ્રેટનો કેટલાક કિલોનો જથ્થો પણ મળ્યો હતો. નેવાડા સ્ટેટના મેસ્ક્વિટ શહેરમાં સ્ટીફન પૅડકના રહેઠાણેથી ૧૯ ફાયર-આમ્ર્સ અને સ્ફોટક પદાર્થો તથા ઇલેક્ટ્રૉનિક ડિવાઇસિસ મળ્યાં હતાં.



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK