નૉર્થ કોરિયા આવતા મહિને બંધ કરશે એની ઍટમિક ટેસ્ટિંગ સાઇટ

સાઉથ કોરિયા ને અમેરિકાના મીડિયાને અને નિષ્ણાતોને એ વખતે હાજર રાખવામાં આવશે

korea

નૉર્થ કોરિયાના નેતા કિમ જૉન્ગ ઉને દેશની પરમાણુ-પરીક્ષણની સાઇટ બંધ કરવાનો સંકલ્પ કર્યો છે. એ કાર્યવાહી સાઉથ કોરિયા અને અમેરિકાના નિષ્ણાતો તથા પત્રકારોની હાજરીમાં પાર પાડવામાં આવશે એવી માહિતી સાઉથ કોરિયાના પ્રમુખ મૂન જા-ઇનના પ્રવક્તાએ આપી હતી.

પ્રવક્તાએ દ્વિપક્ષી શિખરમંત્રણાની વિગતો આપતાં જણાવ્યું હતું કે ‘શુક્રવારે નૉર્થ કોરિયાના લીડર કિમ જૉન્ગ ઉને શિખરમંત્રણામાં સાઇટ બંધ કરવાની વાત જણાવી હતી. એ મંત્રણા દરમ્યાન કિમ જૉન્ગ ઉને અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સાથેની ભવિષ્યની મુલાકાત બાબતે આશાવાદી વલણ દાખવ્યું હતું. કિમ જૉન્ગ ઉને કહ્યું હતું કે અમેરિકાના પ્રમુખ જાણશે કે હું કંઈ અમેરિકા તરફ મિસાઇલ્સ ફેંકવા ઉત્સુક વ્યક્તિ નથી.’

નૉર્થ કોરિયાની અમેરિકા સાથેની મંત્રણા બાબતે પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે કિમ જૉન્ગ ઉને શુક્રવારની શિખરમંત્રણા દરમ્યાન મૂન જા-ઇન સમક્ષ કહ્યું હતું કે ‘એક વખત વાતચીત શરૂ થયા પછી અમેરિકાને ખ્યાલ આવશે કે હું સાઉથ કોરિયા, પ્રશાંત મહાસાગરના ક્ષેત્ર કે અમેરિકા પર પરમાણુ શસ્ત્રો ફેંકું એવો નથી. આપણે અમેરિકા સાથે સતત બેઠકો યોજીને વિશ્વાસનું વાતાવરણ ઊભું કરીએ અને યુદ્ધની શક્યતા પર પૂર્ણવિરામ મૂકતાં વચનો મેળવીએ, આક્રમણ ન કરવાના કરાર કરીએ તો આપણે પરમાણુ શસ્ત્રો રાખવાની પરેશાની શા માટે સહન કરવી જોઈએ? હું પરમાણુ શસ્ત્રો નાબૂદ કરવાના બહાને ફક્ત નુકસાન પામેલી ટનલવાળી સાઇટ બંધ કરી રહ્યો છું એ વાતો સાવ ખોટી છે. ન્યુક્લિયર ટેસ્ટ-સાઇટમાં બે નવી ટનલ છે. એ ટનલ અગાઉની ટેસ્ટિંગ ફૅસિલિટીઝ કરતાં વધારે મોકળાશ ધરાવે છે.’

સાઉથ કોરિયા સાથે ટાઇમ મૅચ કરવામાં આવશે

શુક્રવારે સાઉથ કોરિયા સાથેની શિખરમંત્રણા દરમ્યાન સાઉથ કોરિયા સાથે ટાઇમઝોન મૅચ કરવા માટે પોતાનો હાલનો ટાઇમઝોન રીઍડ્જસ્ટ કરવા ઇચ્છતા હોવાનું નૉર્થ કોરિયાના નેતા કિમ જૉન્ગ ઉને જણાવ્યું હતું. નૉર્થ કોરિયાએ ૨૦૧૫માં પ્યૉન્ગયાન્ગ ટાઇમ નામે જુદો ટાઇમઝોન રચ્યો એ પહેલાં દાયકાઓથી બન્ને કોરિયા એક જ ટાઇમઝોનનો ઉપયોગ કરતા હતા. એ વખતે નૉર્થ કોરિયાએ એની ઘડિયાળમાં સાઉથ કોરિયા અને જપાનથી ૩૦ મિનિટ પછીનો સમય ગોઠવ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK