બે બૉયફ્રેન્ડ્સ અને એક પતિને પતાવી દેનારી જપાનની બ્લૅક વિડોને થશે ફાંસી

માત્ર નિ:સંતાન શ્રીમંતોને ટાર્ગેટ કરીને તેમને સાઇનાઇડ આપીને મારી નાખતી હતી : કુલ ૫૭.૨૨ કરોડ રૂપિયા પડાવી લીધેલા

black window


પતિ સહિત ત્રણ પુરુષોની હત્યા અને એક પુરુષની હત્યાના પ્રયાસ બદલ ચિસાકો કાકેહી નામની ૭૦ વર્ષની જૅપનીઝ મહિલાને ફાંસીની સજાનો આદેશ આપવામાં આવ્યો છે. ચિસાકો કાકેહી તેના પ્રેમીઓને ખતમ કરવા માટે સાઇનાઇડનો ઉપયોગ કરતી હતી. વીમાની રકમોના ક્લેમ્સ મેળવવા માટે તેણે પતિ અને પ્રેમીઓને ખતમ કર્યા હતા.

કોર્ટમાં ફરિયાદપક્ષે જણાવ્યું હતું કે ચિસાકો કાકેહી મોટા ભાગે અમીર અને બીમાર પુરુષોને શિકાર બનાવતી હતી. સેક્સ કર્યા પછી માદા કરોળિયું નર સાથીને ખતમ કરે એવા કરોળિયા સાથે ચિસાકો કાકેહીની સરખામણી કરીને તેને ‘બ્લૅક વિડો’ની ઓળખ જપાનનાં અખબારોએ આપી હતી.

જપાનના ક્યોટો શહેરની ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ કેસનો ચુકાદો આપતાં જણાવ્યું હતું કે ‘ચિસાકો કાકેહીએ ચાર કિસ્સામાં હત્યાના ઇરાદે સાઇનાઇડનો ઉપયોગ કર્યો હતો. તે મહિલાને વિસ્મૃતિ (ડિમેન્શિયા)ની બીમારી હોવાનું ડૉક્ટરોએ નિદાન કર્યું હોય તો પણ તેને

સંબંધિત ગુના માટે જવાબદાર ગણવી અનિવાર્ય છે.’

કોર્ટમાં સુનાવણી દરમ્યાન સાંભળવાનું મશીન પહેરીને ગયેલી ચિસાકો કાકેહીએ કાર્યવાહી દરમ્યાન જજને મોટેથી બોલવા કહ્યું હતું. તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી ત્યારે તેણે કોઈ હાવભાવ વ્યક્ત નહોતા કર્યા.

ચિસાકો કાકેહી પર ૨૦૧૩ની ૨૮ ડિસેમ્બરે ૭૫ વર્ષના ચોથા પતિની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હત્યાના એક મહિના પહેલાં કાકેહી તેની સાથે પરણી હતી. કાકેહી પર ૭૦ અને ૮૦ વર્ષની ઉંમરના બે બૉયફ્રેન્ડ્સની પણ હત્યા કરવાના આરોપ મૂકવામાં આવ્યા હતા. અન્ય એક બૉયફ્રેન્ડની હત્યાનો પ્રયાસ અને તેના ઘરમાં લૂંટનો આરોપ પણ કાકેહી પર મૂકવામાં આવ્યો હતો. તે બૉયફ્રેન્ડ પછીથી ૨૦૦૭થી ૨૦૧૩ વચ્ચે કૅન્સરથી મૃત્યુ પામ્યો હતો.

કેસની સુનાવણીમાં જણાવવામાં આવ્યું હતું કે ‘કાકેહીએ લગ્ન માટે પાત્રોની મુલાકાત કરાવતી સંસ્થાઓ-મૅચમેકિંગ સર્વિસમાં નામ લખાવ્યું હતું. એમાં કાકેહીએ ધનવાન અને નિ:સંતાન પુરુષો સાથે જ મુલાકાત કરાવવાની ઇચ્છા લખાવી હતી.’

કહેવાય છે કે કાકેહીએ તમામ સંબંધોમાં ૫૭.૨૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, પરંતુ પછીથી નોંધપાત્ર રકમ શૅરબજારમાં ગુમાવી હતી. ૧૩૫ દિવસ ચાલેલી કાર્યવાહીમાં ચિસાકો કાકેહીએ પતિ ઇસાકો કાકેહીની હત્યા કબૂલ કરતાં જણાવ્યું હતું કે ઇસાકોએ આર્થિક બાબતોમાં મારી સાથે સારું વર્તન નહોતું કર્યું. જોકે ચિસાકો કાકેહીએ પછીથી એ બયાન પાછું ખેંચ્યું હતું.

વકીલોએ સુનાવણી દરમ્યાન એમ પણ કહ્યું હતું કે ડિમેન્શિયાની બીમારીને કારણે ચિસાકો કાકેહીનાં કોઈ પણ બયાન પર ભરોસો રાખવો ન જોઈએ. વકીલોએ ડિમેન્શિયાની બીમારીને કારણે ચિસાકોને કોઈ પણ ગુના માટે જવાબદાર ગણી ન શકાય એવી દલીલ સાથે ચિસાકોને ફાંસીની સજાને પડકારતી અરજી ઉચ્ચ અદાલતમાં કરી છે. આ હાઈ-પ્રોફાઇલ કેસની કાર્યવાહી સાંભળવા માટે ક્યોટોના કોર્ટરૂમમાં ૫૬૦ લોકો કતારમાં ઊભા હતા. ૨૦૦૯થી અત્યાર સુધીમાં જ્યુરી સમક્ષનો આ બીજો સૌથી લાંબો કેસ છે. ૨૦૦૯માં જપાનમાં જૉઇન્ટ જજ જ્યુરી સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK