આખા યુરોપમાં બરફનું તોફાન : રોડ, રેલવે અને ફ્લાઇટ-સર્વિસ ખોરવાઈ

સ્કૂલો બંધ; પોલૅન્ડ, સ્પેન અને ઇટલી સહિત અનેક દેશોમાં ડઝનબંધ લોકોનાં મોત

ૈાોૂપાી

સાઇબીરિયન વેધર-સિસ્ટમની બદલાતી સ્થિતિને કારણે યુરોપના મોટા ભાગના દેશોમાં થીજવી નાખતી ભયંકર ઠંડીનો લોકોને અનુભવ થઈ રહ્યો છે. ભારે હિમવર્ષા અને બરફના વાવાઝોડાને કારણે અનેક પ્રાંતોમાં સ્કૂલો બંધ રાખવામાં આવી છે. આ ઉપરાંત રોડ, રેલવે અને ફ્લાઇટ-સર્વિસ પણ ખોરવાઈ છે. સેંકડો ફ્લાઇટ અને

રેલવે-સર્વિસ કૅન્સલ કરવામાં આવી છે. દક્ષિણ યુરોપ અને ભૂમધ્ય સમુદ્રની આસપાસનાં ક્ષેત્રોમાં અસાધારણ પ્રમાણમાં ઠંડી ફેલાઈ છે. પોલૅન્ડ અને સ્પેનમાં પણ સ્થિતિ ખરાબ હોવાનું કહેવાય છે. માત્ર પોલૅન્ડમાં જ અત્યાર સુધીમાં ૨૩ લોકોનાં મૃત્યુ થયાં છે.

હિમવર્ષા અને વંટોળિયાનો મરણાંક ગઈ કાલે પંચાવન પર પહોંચ્યો હતો. અતિશય ઠંડી વધુ દિવસો સુધી પ્રવર્તમાન રહેવાની આગાહીને કારણે વલ્ર્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના અધિકારીઓએ ગરીબો, બેઘર લોકો અને હિજરતીઓ માટે ચેતવણીની સૂચના બહાર પાડી છે.

આયરલૅન્ડમાં કેટલાક દાયકાઓમાં સૌથી વધારે બરફવર્ષા થવાની તેમ જ ‘એમા’ નામનો વંટોળિયો ત્રાટકવાની આગાહીને કારણે અનેક પ્રકારની પૂર્વતૈયારીઓ કરવામાં આવી છે. ફુટપાથ પર સૂતેલા સેંકડો બેઘરોને સરકારી આશ્રયસ્થાનોમાં લઈ જવામાં આવ્યા હતા. આયરલૅન્ડની રાજધાની ડબ્લિનમાં અનેક ફ્લાઇટ રદ કરવામાં આવી છે અથવા મુલતવી રાખવામાં આવી છે.

સ્વિટ્ઝરલૅન્ડમાં જિનીવા ઍરપોર્ટનો રનવે ગુરૂવારે સવારે ભારે બરફવર્ષાને કારણે અવરોધાયો હતો. બરફના ખડકલાને કારણે પ્લેન ઊડવા કે ઊતરવાની જગ્યા ન બચતાં કલાકો સુધી ઍરપોર્ટ બંધ રાખવું પડ્યું હતું. યંત્રો વડે બરફ હટાવવામાં આવ્યા પછી રનવે ખુલ્લો થયા બાદ ફ્લાઇટ્સની અવરજવર શરૂ કરવામાં આવી હતી.

ફ્રાન્સના રસ્તા પર ભારે બરફવર્ષાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. મોન્તપીલિયર શહેરની પાસેના રસ્તા પર બે હજાર કરતાં વધારે વાહનો અટવાયાં હોવાનું જાણવા મળ્યું હતું. પૅરિસ તથા અન્ય શહેરોમાં પણ રોડ, રેલવે અને ફ્લાઇટ-સર્વિસ ખોરવાઈ ગઈ છે.

નેધરલૅન્ડ્સની રાજધાની ઍમ્સ્ટરડૅમમાં ટ્રેનો ઉપરાંત માર્ગ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. ઍમ્સ્ટરડૅમ શહેરના શિપોલ ઍરપોર્ટ પર ડઝનબંધ ફ્લાઇટ કૅન્સલ કરવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK