અમેરિકામાં પ્લેન-ક્રૅશમાં ગુજરાતી સહિત ૬ જણનાં મોત

સોમવારે રાતે લાસ વેગસ તરફ જતું પ્લેન ફીનિક્સના સિટી ઍરપોર્ટથી ટેક-ઑફ પછી ૧૫ મિનિટમાં સ્કૉટ્સડેલ ગૉલ્ફકોર્સ પર તૂટી પડ્યું હતું.

anand

અમેરિકાના ઍરિઝોનાના ફીનિક્સ શહેરના પરાવિસ્તારના એક ગૉલ્ફકોર્સમાં નાનું પ્લેન તૂટી પડતાં ૨૬ વર્ષના ઇન્ડિયન અમેરિકન આનંદ પટેલ સહિત છ જણ માર્યા ગયા હતા. આનંદ પટેલે વૉટ્સ હૅપી ક્લોધિંગ નામની કપડાંની કંપની સ્થાપી હતી.

સોમવારે રાતે લાસ વેગસ તરફ જતું પ્લેન ફીનિક્સના સિટી ઍરપોર્ટથી ટેક-ઑફ પછી ૧૫ મિનિટમાં સ્કૉટ્સડેલ ગૉલ્ફકોર્સ પર તૂટી પડ્યું હતું. પ્લેન-ક્રૅશને કારણે ગૉલ્ફકોર્સના ગ્રાઉન્ડ પર કોઈને ઈજા થઈ નહોતી. નાનકડું સિંગલ એન્જિન ઍરક્રાફ્ટ જમીન પર પડતાંની સાથે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. એ અકસ્માતમાં બાવીસથી ૨૮ વર્ષ સુધીની ઉંમરના છ જણ માર્યા ગયા હતા.

ફ્રેન્ડ્સમાં ‘હૅપી’ના હુલામણા નામે જાણીતો આનંદ પટેલ ૨૦૦૯માં ભણવા માટે તેના જોડિયા ભાઈ આકાશ પટેલની સાથે અમેરિકા ગયો હતો. આનંદે અન્યોની સાથે મળીને વૉટ્સ હૅપી ક્લોધિંગની સ્થાપના કરી હતી. કંપનીમાં આનંદનું સ્થાન ઇવેન્ટ પ્રમોટરનું હતું. આનંદ અવારનવાર ફ્રેન્ડ્સ અને ક્લાયન્ટ્સની સાથે ઍર-ટ્રાવેલિંગ કરતો હતો. એમાં ઘણી વખત સ્કૉટ્સડેલમાં ફ્લાઇટનું સ્ટૉપ રહેતું હતું. આકાશ પટેલે ભાઈ આનંદને અત્યંત ઊર્જાવાન, આકર્ષક અને પ્રભાવશાળી ઉદ્યોગ સાહસિક ગણાવ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy