પાકિસ્તાન તો વાસ્તવમાં છે ટેરરિસ્તાન

યુનાઇટેડ નેશન્સમાં બદમાશ પાડોશી પર ભારતે કર્યા આકરા પ્રહાર

UN

UNમાં ભારતે પાકિસ્તાનને ટેરરિસ્તાન કહીને એની ઝાટકણી કાઢી હતી.  ‘વિશુદ્ધરૂપે આતંકવાદની ભૂમિ’ કહીને એ દેશમાં વૈશ્વિક આતંકવાદની ઊપજ અને ઉછેર થતાં હોવાનું ભારતના પ્રતિનિધિએ જણાવ્યું હતું. UNની મહાસભામાં પાકિસ્તાનના વડા પ્રધાન ખાકાન અબ્બાસીએ કાશ્મીરનો મુદ્દો ઉછાળ્યા પછી જવાબ આપતાં ભારતનાં મહિલા પ્રતિનિધિ ઈનમ ગંભીરે આકરા પ્રહારો કર્યા હતા.

ભારતનાં પ્રતિનિધિએ બીજું શું-શું કહ્યું?

ઓસામા બિન લાદેન અને મુલ્લા ઉમરને રક્ષણ આપનારા પોતે અન્યાયનો ભોગ બન્યા હોવાનો દાવો કરે ત્યારે એમાં તર્ક હોવો જોઈએ.

અત્યાર સુધીમાં પાકિસ્તાનના પાડોશી દેશો પાકિસ્તાનની વિકૃતિઓ, દગાબાજી અને છળકપટભરેલાં વર્ણનો રચવાની યુક્તિ-પ્રયુક્તિઓથી વાકેફ થઈ ચૂક્યા છે.

વૈકલ્પિક હકીકતો ઊભી કરવાથી વાસ્તવિકતા બદલાતી નથી. ટૂંકા ગાળાના ઇતિહાસમાં પાકિસ્તાન આતંકવાદ સાથે સુસંગત ભૂગોળ બની ગઈ છે.

પાકિસ્તાન વિશુદ્ધ આતંકવાદ ઊપજાવતી અને એની નિકાસ કરતી ભૂમિ એટલે કે ટેરરિસ્તાન બની ગઈ છે. ત્યાં આતંકવાદનો મોટો ઉદ્યોગ ચાલે છે.

UNએ આતંકવાદી જાહેર કરીને પ્રતિબંધ મૂકેલા સંગઠન લશ્કર-એ-તય્યબાના નેતા હાફિઝ સઈદને રાજકીય પક્ષના નેતા ગણાવીને સાર્વજનિક માન્યતા આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે એ બાબતને આધારે પાકિસ્તાનની હાલની સ્થિતિનો ખ્યાલ આવી શકે છે.

પાકિસ્તાનમાં ઊછરતા આતંકવાદીઓ ત્યાંના રસ્તા પર ખુલ્લેઆમ ફરતા હોય અને અમારે ભારતમાં માનવ અધિકારના રક્ષણનાં ભાષણો સાંભળવાં પડે છે.

પાકિસ્તાને સમજવું જ પડશે કે જમ્મુ-કાશ્મીરનું રાજ્ય ભારતનો અતૂટ હિસ્સો છે અને રહેશે.

પાકિસ્તાનને આખી દનિયામાં દુખ ફેલાવતી વિનાશકતાનો વૈશ્વિક અભિગમ છોડવાની સલાહ આપી શકાય.

આતંકવાદને મુદ્દે સુષમા સ્વરાજના પણ પાકિસ્તાન પર પ્રહારો

ભારતનાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજે UNમાં બહુસ્તરીય બેઠકો દરમ્યાન આતંકવાદને નાથવાની જરૂરિયાત પર ભાર મૂકતાં પાકિસ્તાનને દેશની નીતિના સાધનરૂપે વાપરવા સામે કડક ચેતવણી આપી હતી. સુષમા સ્વરાજે વિવિધ બહુરાષ્ટ્રીય સંગઠનોના નેતાઓ સાથે પણ મંત્રણાઓ કરી હતી.

ભારત પર મર્યાદિત યુદ્ધનો અબ્બાસીનો આરોપ

પાકિસ્તાને UNની મહાસભામાં કાશ્મીરનો મુદ્દો ઉખેળ્યો હતો. પાકિસ્તાનના વડા પ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ શ્ફ્ને કાશ્મીરમાં વિશેષ રાજદૂત નિયુક્ત કરવાનો અનુરોધ કર્યો હતો. અબ્બાસીએ પાકિસ્તાન સામે ‘મર્યાદિત યુદ્ધ’ ચાલુ રાખવાનો વ્યૂહ અપનાવવા બાબતે ભારતને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે એનો યોગ્ય અને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

અજિત ડોભાલ સામે પાકિસ્તાનનો રોષ

ભારતનાં પ્રતિનિધિ ઈનમ ગંભીરે પાકિસ્તાનને ટેરરિસ્તાન કહ્યા પછી જવાબ આપવાના અધિકાર હેઠળ પાકિસ્તાને જણાવ્યું હતું કે ભારતને ‘પ્રાદેશિક શક્તિ બનાવવા માટે બે બાજુ દબાણ વધારવાની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની આક્રમક નીતિ ક્યારેય સફળ નહીં થાય.

પાકિસ્તાનને ઝટકો : કાશ્મીરને મુદ્દે  ચીને હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી

કાશ્મીરને મુદ્દે સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રસ્તાવના અમલની ઑર્ગેનાઇઝેશન ફૉર ઇસ્લામિક કોઑપરેશનની અપીલને ચીને ફગાવી દીધી છે. ચીનના વિદેશવિભાગના પ્રવક્તાએ આ અપીલ બાબતે જણાવ્યું હતું કે ‘ચીને સંબંધિત રિપોર્ટ પર વિચારણા કરી છે. કાશ્મીરને મુદ્દે ચીનનું વલણ સ્પષ્ટ છે. ભારત અને પાકિસ્તાન સંવાદ વધારીને સંબંધિત મુદ્દાનો નિકાલ યોગ્ય રીતે લાવી શકશે એવી અપેક્ષા ચીન રાખે છે. બન્ને દેશો સંયુક્ત રીતે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાનું રક્ષણ કરી શકે છે. ચીન આ વિવાદમાં હસ્તક્ષેપ નહીં કરે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK