માત્ર ભારતે ચીનના વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટને સમર્થન ન આપ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કનેક્ટિવિટી ભૌગોલિક નહીં પણ બે દેશના લોકો વચ્ચે હોવી જોઈએ

modi1

આઠ દેશોના શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનમાં ભારત એકમાત્ર એવો દેશ બન્યો જેણે ચીનના મહkવાકાંક્ષી પ્રોજેક્ટ વન બેલ્ટ વન રોડને સમર્થન ન આપ્યું. ચીને આ પ્રોજેક્ટ માટે લગભગ ૮૦ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે કરાર કર્યા છે. શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનના બે દિવસીય સંમેલનની સમાપ્તિ બાદ ગઈ કાલે ઇશ્યુ કરવામાં આવેલા ઘોષણાપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ‘રશિયા, પાકિસ્તાન, કઝાખસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિઝસ્તાન અને તાજિકિસ્તાને ચીનના બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવને પોતાનું સમર્થન આપ્યું હોવાની પુષ્ટિ કરી છે. સભ્યદેશોએ યુરોપિયન ઇકૉનૉમિક યુનિયનના વિકાસ સહિત બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવના અમલીકરણની દિશામાં કરેલા સંયુક્ત પ્રયાસો માટે પ્રસન્નતા વ્યક્ત કરી છે.’

આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિખરપરિષદમાં કરેલા સંબોધનમાં ચીનને નસિયત આપી હતી અને પાકિસ્તાનને નિશાન બનાવીને એને ખરેખરી સંભળાવી હતી. શિખરપરિષદના સંપૂર્ણ સત્રને સંબોધતાં વડા પ્રધાને દરેક રાષ્ટ્રની સંપ્રભુતા-સ્વાયત્તતા, આર્થિક વિકાસ, રાષ્ટ્રો વચ્ચે એકતા અને કનેક્ટિવિટીના મહત્વ પર ભાર મૂક્યો હતો.

મોદીએ ચીનના ‘વન બેલ્ટ વન રોડ’ ઇનિશિયેટિવ તરફ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ‘તમામ સભ્યદેશોની સંપ્રભુતા-સ્વાયત્તતા તથા ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન કરતા કોઈ પણ પ્રોજેક્ટનું ભારત સ્વાગત કરશે.’

ચીન કેટલાંક વર્ષોથી ‘વન બેલ્ટ વન રોડ’ પ્રોજેક્ટ હેઠળ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં બાંધકામ કરી રહ્યું છે.

મોદીએ પર્યાવરણના રક્ષણનો મુદ્દો પણ મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. કનેક્ટિવિટીના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે ‘કનેક્ટિવિટીનો અર્થ ટ્રાન્સપોર્ટ કૉરિડોર્સ દ્વારા એક દેશને બીજા દેશ સાથે જોડવાની ભૌગોલિક કનેક્ટિવિટી નહીં પણ બે દેશોના નાગરિકોનું કનેક્શન એવો થાય છે. કનેક્ટિવિટીના ભાગરૂપે સર્વસમાવેશક અને સભ્યદેશોની સંપ્રભુતા-સ્વાયત્તતા તથા ક્ષેત્રીય અખંડિતતાનું માન જાળવતા પ્રોજેક્ટ્સનું ભારત સન્માન કરશે. ફિઝિકલ અને ડિજિટલ કનેક્ટિવિટી ભૂગોળની વ્યાખ્યા બદલે છે. એથી SCOના સભ્ય પાડોશી દેશોના ક્ષેત્રમાં કનેક્ટિવિટી અમારી પ્રાથમિકતા છે.’

પાકિસ્તાનના પ્રમુખ મમનુન હુસૈનની હાજરીમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીની પ્રશંસા કરતાં મોદીએ ઈદ નિમિત્તે સંઘર્ષ વિરામ જાહેર કરવાના પ્રસંગનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ અફઘાનિસ્તાન માટે સંપર્ક-સમૂહ બનાવવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવનાર હોવાનું જણાવ્યું હતું. અફઘાનિસ્તાન આતંકવાદ અને કટ્ટરપંથીઓના અંતિમવાદનું ઉત્તમ ઉદાહરણ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK