ફ્લૉરિડામાં ૫૬ લાખ લોકોને ઘર છોડવાનો આદેશ

ઇર્માનો ફફડાટ એવો છે કે સરકારે ખોલેલાં આશ્રયસ્થાન માત્ર એક કલાકમાં ભરાઈ ગયાં

us


શક્તિશાળી ચક્રવાત ઇર્મા ફ્લૉરિડા તરફ આગળ વધવાના ખબરોને કારણે ફ્લૉરિડાના કિનારાના વિસ્તારમાં રહેતા ૫૬ લાખ લોકોને પોતાનાં ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઇર્મા આજે સવારે ફ્લૉરિડા પહોંચે એવી શક્યતા છે. એની ઝડપ પ્રતિ કલાકના ૨૦૯ કિલોમીટરની હશે. એ સમગ્ર ફ્લૉરિડા અને આસપાસના વિસ્તારોમાં મોટું નુકસાન કરે એવી શક્યતા છે. ફ્લૉરિડામાં અધિકારીઓએ ૫૬ લાખ લોકોને પોતાનાં ઘર છોડવા કહ્યું છે, જે રાજ્યની કુલ વસ્તીનો ચોથો ભાગ છે. અધિકારીઓએ એવી ચેતવણી આપી છે કે જે લોકો પોતાનું સ્થળ ખાલી નહીં કરે તેઓ ઇર્મા આવ્યા બાદ બચાવસેવાની આશા નહીં રાખી શકે.

ફેડરલ ઇમર્જન્સી મૅનેજમેન્ટ એજન્સીના પ્રમુખે કહ્યું હતું કે ‘સવાલ એ નથી કે ફ્લૉરિડા પર અસર થશે કે નહીં. સવાલ એ છે કે કેટલી ખરાબ રીતે ફ્લૉરિડા પર અસર પડશે. ચક્રવાત એક મોટો ખતરો છે જે અમેરિકા અથવા તો ફ્લૉરિડા અથવા સાઉથ-ઈસ્ટનાં રાજ્યોને પ્રભાવિત કરવા માટે આવી રહ્યું છે. અલબામાથી ઉત્તર કૅરોલિના સુધીના તમામે આ તોફાનની હલચલ પર નજર રાખવી જોઈએ. ફ્લૉરિડામાં મોટા સંખ્યામાં ભારતીય મૂળના અમેરિકનો રહે છે. ફ્લૉરિડામાં ઇર્મા આવ્યા બાદની સ્થિતિનો સામનો કરવા માટે ડિફેન્સ મિનિસ્ટ્રીએ મોટી સંખ્યામાં સૈનિકોને તહેનાત રાખ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને ગઈ કાલે ઇર્મા વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમને તાજેતરમાં જ અમેરિકાના વર્જિન આઇલૅન્ડ્સ, પોર્ટો રિકો અને આસપાસના ટાપુઓ પર તોફાનના પ્રભાવ વિશે ટૂંકમાં માહિતી આપવામાં આવી હતી તેમ જ સરકાર દ્વારા કરવામાં આવેલા રાહત અને બચાવકાર્યની પણ જાણકારી આપવામાં આવી હતી. ફ્લૉરિડામાં ઇમર્જન્સીની ઘોષણા કરવામાં આવી હતી.

ક્યુબા પર પણ ત્રાટક્યું

કૅરિબિયન આઇલૅન્ડ્સ પર ત્રાટક્યા બાદ ગઈ કાલે ઇર્મા વાવાઝોડું ક્યુબા પર ત્રાટક્યું હતું. ક્યુબા પર કૅટેગરી પાંચનું આ વાવાઝાડું દાયકાઓ બાદ ત્રાટક્યું છે. ક્યુબા પર ત્રાટક્યા બાદ વાવાઝોડું નબળું પડશે અને ફ્લૉરિડા પર ત્રાટકતા પહેલાં ફરીથી એ ખતરનાક બનશે. બહામાઝ આ વાવાઝોડાની અસરથી બચી ગયું છે. ક્યુબામાં ઇર્માએ સર્જેલી તબાહીના સમાચાર મોડે સુધી પ્રાપ્ત થઈ શક્યા નહોતા.

જ્યૉર્જિયામાં પણ સ્થળાંતર શરૂ

ફ્લૉરિડાના કિનારા બાદ ઇર્મા ચક્રવાત જ્યૉર્જિયા અને સાઉથ કૅરોલિના પહોંચે એવી શક્યતા છે. જ્યૉર્જિયાના ગવર્નરે કહ્યું હતું કે ‘રાજ્યના ઍટલાન્ટિક કિનારાના વિસ્તારમાં રહેતા લોકોને ત્યાંથી હટવાનો આદેશ આપવામાં આવ્યો છે. હજારો લોકો સલામત સ્થળે જઈ રહ્યા છે. આ કારણથી રસ્તાઓ જૅમ છે અને ઍરપોર્ટ પર ભીડભાડ છે.’

ઇર્મા જશે અને હોસે આવશે

ઇર્મા બાદ ઍટલાન્ટિકમાં વધુ એક વાવાઝોડું હોસે ચોથી કૅટેગરીનું ચક્રવાતી તોફાન બની ગયું છે. એની સાથે ૨૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. વળી એ ઇર્માના રસ્તે જ આગળ વધી રહ્યું છે જેને કારણે રાહત અને બચાવકાર્યમાં પણ મુશ્કેલી થઈ રહી છે. એક ત્રીજું વાવાઝોડું કાટિયા મેક્સિકોની ખાડીમાં બન્યું છે, પરંતુ એ હોસે અને ઇર્મા જેટલું શક્તિશાળી નથી.

૧૯૯૨ના ઍન્ડ્ર્યુ કરતાં પણ ઇર્મા ખતરનાક

અમેરિકા પર કૅટેગરી પાંચ શ્રેણીનું વાવાઝોડું આ પહેલાં ૧૮૫૧માં ત્રાટક્યું હતું. આ ઉપરાંત ૧૯૯૨માં ઍન્ડ્ર્યુ નામના વાવાઝોડાએ જે તબાહી મચાવી હતી એને અમેરિકનો હજી ભૂલ્યા નથી. ઇર્મા વાવાઝોડું ઍન્ડ્ર્યુ કરતાં પણ મોટું હોવાથી લોકોમાં ભય ફેલાયો છે.

ઇર્માના ભયને લીધે વૉલ સ્ટ્રીટ પર પણ અસર જોવા મળી હતી. વાવાઝોડાને કારણે મોટા પાયે નુકસાન થશે અને વીમા-ક્લેમ આવશે એ પાકું છે. એને લીધે વૉલ સ્ટ્રીટના ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આ વાવાઝોડાની અમેરિકાના અર્થતંત્ર પર પણ અસર પડવાની છે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે થર્ડ ક્વૉર્ટરના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર માર પડવાનો છે.

પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે લોકોને સત્તાવાળાઓની સલાહને અનુસરવાની અપીલ કરી છે. પ્રમુખની પામ બીચ ખાતે સમુદ્રની સામેની એસ્ટેટને ખાલી કરાવવામાં આવી હતી.

આ વાવાઝોડાએ એટલો ભય ફેલાવ્યો છે કે માયામીમાં સલામત આશ્રયસ્થાન માટેના દરવાજા ખોલાયા એના એક કલાકની અંદર એ ભરાઈ ગયું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK