દુનિયામાં તહલકો મચાવનારા મૅગેઝિન ‘પ્લેબૉય’ના સ્થાપકનું અવસાન

એક સમયે આ મૅગેઝિનની ૭૦ લાખ કૉપી વેચાતી હતી

playboy


પ્લેબૉયનો પ્રથમ ઇશ્યુ.



રંગીલા રે : હ્યુ હેફનર તેમની મૉડલો સાથે.


ઇન્ટરનૅશનલ ઍડલ્ટ મૅગેઝિન ‘પ્લેબૉય’ના અમેરિકન સ્થાપક હ્યુ હેફનર ૯૧ વર્ષની ઉંમરે લૉસ ઍન્જલસમાં કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા. હ્યુ હેફનરે એ બિન્ધાસ્ત મેગેઝિનનું પ્રકાશન ૧૯૫૩માં ઘરના કિચનમાં શરૂ કર્યું હતું. સમય વીતતાં એ મૅગેઝિન વિશ્વમાં સૌથી વધારે વેચાતું પુરુષોનું મૅગેઝિન બન્યું હતું અને એક વખતમાં એ મૅગેઝિનની ૭૦ લાખ કૉપી દુનિયાભરમાં વેચાતી હતી.

ઢગલાબંધ વિવાદો જગાવતા ‘પ્લેબૉય’ મૅગેઝિને નગ્નતાને મુખ્ય પ્રવાહનાં પ્રકાશનોમાં સ્વીકાર્ય બનાવવાની દિશામાં નવો ચીલો પાડ્યો હતો. જોકે અમેરિકામાં ફૅમિલી પ્લાનિંગનાં સાધનો પર કાયદેસર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એ સમયગાળામાં એ મૅગેઝિનનું પ્રકાશન શરૂ થયું હોવા છતાં એનો વિકાસ ઝડપી ગતિએ થયો હતો. એ મૅગેઝિનને કારણે હ્યુ હેફનર અબજોપતિ બન્યા હતા. એમાં કસીનોઝ અને નાઇટ ક્લબ્સનો સમાવેશ છે. ‘પ્લેબૉય’ મૅગેઝિનના પહેલા અંકમાં એ વખતની હૉલીવુડની ટોચની અભિનેત્રી મૅરિલિન મનરોની નગ્ન તસવીરો છપાઈ હતી. મૂળરૂપે ૧૯૪૯ના એક કૅલેન્ડર માટે શૂટ કરવામાં આવેલી એ તસવીરો હેફનરે ૨૦૦ ડૉલરમાં ખરીદી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK