યુનાઇટેડ નેશન્સમાં ભારતનો દબદબો

બ્રિટનના ઉમેદવાર સ્પર્ધામાંથી ખસી જતાં ઇન્ટરનૅશનલ કોર્ટમાં ભારતના જસ્ટિસ દલવીર ભંડારી ફરી ચૂંટાયા

dalveer bandari



સંયુક્ત રાષ્ટ્રસંઘના બે-તૃતીયાંશ સભ્યોના સમર્થન સાથે ભારતના ન્યાયમૂર્તિ દલવીર ભંડારી બીજી મુદત માટે ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં ગઈ કાલે નિયુક્ત થયા હતા. ઇન્ટરનૅશનલ કોર્ટમાં નિયુક્તિ માટેની આ સ્પર્ધામાં ભારે રસાકસી પછી બ્રિટનને એના ન્યાયાધીશ ક્રિસ્ટોફર ગ્રીનવુડની ઉમેદવારી પાછી ખેંચવાની ફરજ પડી હતી.

નેધરલૅન્ડ્સના હેગ શહેરમાં કાર્યરત ઇન્ટરનૅશનલ કોર્ટમાં સ્થાન મેળવવાના બહુસ્તરીય જંગમાં દલવીર ભંડારીને સફળતા મળી હતી. દેશના સૌથી મોટા રાજદ્વારી વિજયોમાંથી એકમાં દલવીર ભંડારીને સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં ૧૯૩માંથી ૧૮૩ વોટ અને સલામતી સમિતિમાં તમામ ૧૫ વોટ મળ્યા હતા. મતદાનના એક કલાક પહેલાં બ્રિટને એના ન્યાયાધીશ ક્રિસ્ટોફર ગ્રીનવુડની ઉમેદવારી પાછી ખેંચતાં દલવીર ભંડારી વધુ નવ વર્ષની મુદત માટે આંતરરાષ્ટ્રીય અદાલતમાં નિયુક્તિ પામ્યા હતા. અગાઉ મતદાનના ૧૧ રાઉન્ડમાં દલવીર ભંડારીએ રાષ્ટ્રસંઘની મહાસભાના બે-તૃતીયાંશ વોટ મેળવ્યા હતા.

મહાસભામાં ૧૯૩માંથી ૧૮૩ વોટ અને સલામતી સમિતિમાં તમામ ૧૫ વોટ ભારતને મળ્યા

આંતરરાષ્ટ્રીય રાજદ્વારી નિરીક્ષકોના મત પ્રમાણે દલવીર ભંડારીના વિજયને પગલે શક્તિશાળી દેશોને વિશ્વમાં આવતા પરિવર્તનનો ધારદાર સંદેશ મળ્યોછે અને ભારત પણ હવે મહkવનું પરિબળ હોવાનો પુરાવો આપ્યો છે. ઇન્ટરનૅશનલ કોર્ટમાં બ્રિટનના એક પણ જજની ઉપસ્થિતિ ન હોય એવી સ્થિતિ ૭૦ વર્ષમાં પહેલી વખત સર્જાઈ છે. આ ઉપરાંત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં હંગામી સભ્ય સામે કાયમી સભ્યે સ્થાન ગુમાવ્યું હોય એવું પહેલી વખત બન્યું છે.

ઇન્ટરનૅશનલ કોર્ટની ૧૫ જજની બેન્ચ હોય છે. એમાં પાંચ જજ દર ત્રણ વર્ષે નવ વર્ષની ટર્મ માટે ચૂંટાય છે. ઇન્ટરનૅશનલ કોર્ટમાં નિયુક્તિ માટે ઉમેદવાર ન્યાયાધીશે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભા અને સલામતી સમિતિ એમ બન્ને ઠેકાણે બહુમતી મેળવવાની રહે છે. ૧૯૪૫માં સ્થાપવામાં આવેલી ઇન્ટરનૅશનલ કોર્ટનું કાર્ય આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ વિવિધ દેશો વચ્ચેના વિવાદોનો ઉકેલ લાવવાનું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK