પાકિસ્તાન પર અમેરિકાના ડ્રોન અટૅક શરૂ

હક્કાની નેટવર્કના કમાન્ડરને ટાર્ગેટ કરવામાં આવ્યો

hafiz

પાકિસ્તાનના અફઘાનિસ્તાનની સરહદ નજીકના આદિવાસી કુર્રમ એજન્સી પ્રાંતમાં અમેરિકાના ડ્રોન હુમલામાં આતંકવાદી જૂથ હક્કાની નેટવર્કનો ટૉપનો કમાન્ડર તથા બીજા બે જણ મૃત્યુ પામ્યા હતા. નૉર્થ વઝિરિસ્તાનના એ વિસ્તારના ખૈબર પખ્તુનખ્વા અને ઓરકઝાઇ એજન્સી ડિસ્ટિÿક્ટના એક ઘરમાં બે મિસાઇલ્સ છોડવામાં આવતાં હક્કાની નેટવર્કના કમાન્ડર એહસાન ઉર્ફે ખવારી અને તેના બે સાથી માર્યા ગયા હતા.

અમેરિકાનાં જાસૂસી માટેનાં પ્લેન્સ દ્વારા અફઘાન શરણાર્થીઓ માટેનાં ઘરો પર મિસાઇલ હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકાએ હક્કાની નેટવર્કને ટાર્ગેટ કરવા માટેનો પ્રથમ ડ્રોન હુમલો ૧૭ જાન્યુઆરીએ કર્યો ત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર કુર્રમ એજન્સી પ્રાંતના બાદશાહ કોટ વિસ્તારમાં કરેલા વર્ષના પ્રથમ ડ્રોન હુમલામાં એક જણને ગંભીર ઈજા થઈ હતી.

અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગયા ઑગસ્ટ મહિનામાં નવી અફઘાન પૉલિસી જાહેર કર્યા પછી પાકિસ્તાનના કુર્રમ એજન્સી પ્રાંતમાં ડ્રોન હુમલાનું પ્રમાણ વધી ગયું છે. એ પૉલિસીમાં પાકિસ્તાનને ‘અશાંતિ ફેલાવનારાઓનું સલામત આશ્રયસ્થાન’ ગણાવવામાં આવ્યું હતું.

હાફિઝ સઈદને અરેસ્ટ નહીં કરી શકાય

સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી સમિતિની પ્રતિબંધની જોગવાઈઓની નિગરાની માટેની ટુકડીની પાકિસ્તાનની મુલાકાત પૂર્વે લાહોર હાઈ કોર્ટે મુંબઈ પર આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને જમાત-ઉદ્-દાવાના ચીફ હાફિઝ સઈદની ધરપકડ પર મનાઈ ફરમાવી હતી. ૨૦૦૮ના ડિસેમ્બર મહિનામાં પસાર કરવામાં આવેલા સલામતી સમિતિના ઠરાવ નંબર ૧૨૬૭ની યાદીમાં હાફિઝ સઈદનું નામ હતું. હાફિઝ સઈદે મંગળવારે પોતાની ધરપકડ અથવા અન્ય કાર્યવાહી પર મનાઈ હુકમની માગણી સાથે લાહોર હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK