હવે અલ-કાયદાનાં સૂત્રો કદાચ લાદેનનું પંદરમું સંતાન હમઝા સંભાળશે

તે બાળપણથી ઓસામા બિન લાદેન સાથે જ ફરતો હતો

osama


૨૦૧૧માં અમેરિકાએ પાકિસ્તાનમાં છુપાયેલા અલ-કાયદાના સર્વેસર્વા ઓસામા બિન લાદેનને ખતમ કર્યા પછી એ આતંકવાદી સંગઠન નબળું પડવા માંડ્યું હતું, પરંતુ હવે આતંકવાદી સંગઠન અલ-કાયદાનું સૂત્રસંચાલન લાદેનના દીકરા હમઝાને સોંપાવાની શક્યતા છે. ૨૦૦૧ની ૧૧ સપ્ટેમ્બરની ૧૬મી તિથિએ અલ-કાયદાએ બહાર પાડેલા ફોટો મૉન્ટાજમાં ન્યુ યૉર્કના ટ્વિન ટાવર્સના ધુમાડામાં લાદેનનો ચહેરો અને લાદેનની પાસે તેનો દીકરો હમઝા ઊભો હોય એવું દૃશ્ય છે. બાળપણથી ઓસામાની સાથે ફરતો હમઝા હવે ૨૮ વર્ષન થયો છે.

હવે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS)ની તાકાત ઘટવાનો લાભ ઉઠાવીને હમઝા વિશ્વના જેહાદીઓમાં એકતા સાધવાનો પ્રયાસ કરશે એવી ધારણા રાજકીય વિશ્લેષણકારોએ દર્શાવી છે. લાદેનનાં ૨૦ સંતાનોમાંથી પંદરમા સંતાન અને ત્રીજી પત્નીના દીકરા હમઝાને બાળપણથી તેના ફાધરના પગલે ચાલવાનું શીખવવામાં આવ્યું છે. ઑનલાઇન અપલોડ કરવામાં આવેલા વિડિયોઝ દ્વારા જાણવા મળે છે કે હમઝાને ૨૦૧૧ની ૧૧ સપ્ટેમ્બર પહેલાં શસ્ત્રો ચલાવવાની તાલીમ આપવામાં આવી હતી. વિડિયોઝમાં હમઝા તેના પાતળા અવાજમાં અમેરિકનો અને યહૂદીઓ વિરુદ્ધ બોલતો જોવા મળે છે.

ઓસામાને ખતમ કરવામાં આવ્યા પછી તેની પત્નીઓ અને દીકરા હમઝાને અફઘાનિસ્તાનના જલાલાબાદમાં રાખવામાં આવ્યાં હતાં. હમઝાએ બાવીસ વર્ષની ઉંમરે એક પત્રમાં લખ્યું હતું કે હું મારી જાતને લોખંડ જેવો મજબૂત સમજું છું અને ખુદાને માટે જેહાદને રસ્તે આગળ વધી રહ્યો છું. હમઝાએ ૨૦૧૫ના એક ઑડિયો-મેસેજમાં ફાધર અને મોટા ભાઈને શહીદ ગણીને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર પછીના એક ભાષણમાં હમઝાએ ‘અમે બધા ઓસામા છીએ’ એમ કહીને વેરની વસૂલાતની માગણી કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK