“હાફિઝ, હક્કાની અને લશ્કર-એ-તય્યબા અમેરિકાની ‘ડાર્લિંગ’ હતાં”

પાકિસ્તાનના વિદેશપ્રધાન ખ્વાજા આસિફે ડોનલ્ડ ટ્રમ્પની આકરી ટીકાનો જવાબ આપતાં કહ્યું...

khawaja



મુંબઈ પર આતંકવાદી હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદ, હક્કાની નેટર્વક અને લશ્કર-એ-તય્યબા પાકિસ્તાન પર બોજરૂપ હોવાનું પાકિસ્તાનના વિદેશપ્રધાન ખ્વાજા આસિફે જણાવ્યું હતું. ખ્વાજા આસિફે એમ પણ જણાવ્યું હતું કે આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનોથી છુટકારો મેળવવા માટે જરૂરી સક્ષમતા અમારી પાસે નથી.

પાકિસ્તાનની સરકાર પર એની ભૂમિ પરથી સક્રિય આતંકવાદી સંગઠનોને ખતમ કરવા માટે અત્યારે દબાણ કરતું અમેરિકા વીસથી ત્રીસ વર્ષ પહેલાં એ જ આતંકવાદીઓ સાથે પ્રેમાળ સંબંધો રાખતું હોવાનો ઉલ્લેખ પણ ખ્વાજા આસિફે કર્યો હતો. આસિફે મંગળવારે ન્યુ યૉર્કની એશિયા સોસાયટી ફોરમ સમક્ષ પ્રવચન આપતાં પાકિસ્તાન અને અમેરિકાના સંબંધો તથા આતંકવાદી સંગઠનો વિશે અનેક બાબતો જણાવી હતી.

બીજું શું-શું કહ્યું ખ્વાજા આસિફે?

  • આતંકવાદી સંગઠન હક્કાની ટેરર નેટર્વક અને હાફિઝ સઈદ જેવા આતંકવાદીઓ માટે અમને દોષી ન ઠેરવો.


  • પાકિસ્તાન હક્કાની ગ્રુપ, હાફિઝ સઈદ અને લશ્કર-એ-તય્યબાને ઉછેરે છે એમ કહેવું સહેલું છે. એ બધા પાકિસ્તાન પર બોજરૂપ હોવાનું હું સ્વીકારું છું, પરંતુ એ બધાથી છુટકારા માટે અમને થોડો સમય આપો. એ બોજ હટાવવા માટે અમારી પાસે પૂરતા પ્રમાણમાં સાધન-સરંજામ નથી.


  • અફઘાનિસ્તાન સંબંધી તમામ બદીઓની બાબતમાં પાકિસ્તાનને બલિદાનનો બકરો બનાવવાની પ્રવૃત્તિ વાજબી અને સચોટ નથી. એનાથી આપણે સામૂહિક રીતે જે પરિબળો સામે લડવાનો પ્રયત્ન કરીએ છીએ એ પરિબળો વધારે મજબૂત બનશે.


  • બે કે ત્રણ દાયકા પહેલાં આતંકવાદીઓ અમેરિકાની સરકારને પ્રિય હતા. વાઇટ હાઉસમાં તેમની સરભરા કરવામાં આવતી હતી. હવે એ જ અમેરિકનો કહે છે કે પાકિસ્તાનીઓ આતંકવાદીઓને પોષણ આપતા હોવાથી એ લોકો ધિક્કારને પાત્ર છે.


  • આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવા અને શાંતિ સ્થાપવા માટે અફઘાનિસ્તાનની સરહદના અસરકારક મૅનેજમેન્ટ માટે અમેરિકાની સાથે મળીને કાર્યવાહી માટે પાકિસ્તાન તૈયાર છે.


  • અફઘાનિસ્તાનમાં શાંતિ અને સલામતીની જવાબદારી અમે ન લઈ શકીએ તેમ જ સૌથી શક્તિશાળી અને સમૃદ્ધ રાષ્ટ્રોનું સહિયારું બળ જે સિદ્ધિ મેળવી શકે એ મેળવવાનો અમારી પાસે આગ્રહ રાખવો યોગ્ય નથી.
Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK