લાંબા વીક-એન્ડને લીધે હૉસ્ટેલમાં થોડાક જ સ્ટુડન્ટ્સ હતા એટલે મોટી ખુવારી થતાં રહી ગઈ

પેશાવર ઍગ્રિકલ્ચર ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ટેરરિસ્ટોનો અટૅક, ૧૨નાં મોત
ગઈ કાલે પેશાવરમાં યુનિવર્સિટી રોડ પરની ઍગ્રિકલ્ચર ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર થયેલા આતંકવાદી અટૅકમાં બાર લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ૩૭ જણ ઘાયલ થયા હતા. મરનારા લોકોમાં અમુક સ્ટુડન્ટ્સ પણ છે. હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન ગ્રુપે લીધી છે.

લગભગ ત્રણ બુરખાધારી હુમલાખોરો રિક્ષામાં યુનિવર્સિટીની નજીક આવેલા ડિરેક્ટરેટમાં ઘૂસી આવ્યા હતા અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઈદ-એ-મિલાદના હિસાબે રજા હતી, પણ હૉસ્ટેલમાં ૭૦ જેટલા સ્ટુડન્ટ્સ હાજર હતા. મૃત્યુ પામેલા લોકોમાં છ સ્ટુડન્ટ્સ, પાંચ નાગરિકો અને એક વર્કરનો સમાવેશ છે. સલામતી-દળોના એક કલાક લાંબા ઑપરેશન બાદ ત્રણે અટૅકરોને ખતમ કરવામાં આવ્યા હતા. આતંકવાદીઓ પાસેથી વીસ હૅન્ડ-ગ્રેનેડ્સ અને કાલાશનિકોવ રાઇફલો મળી આવ્યાં હતાં. ઑપરેશનમાં એક પોલીસ અને આર્મીના જવાનો ઘાયલ થયા હતા. સલામતી-દળોએ જણાવ્યા મુજબ હુમલાખોરો સુસાઇડ જૅકેટ પહેરીને આવ્યા હતા

હુમલાને નજરે જોનારા સાક્ષીઓએ જણાવ્યું હતું કે સવારે સવાઆઠ વાગ્યે અટૅકની શરૂઆત થઈ હતી અને એ સમયે મોટા ભાગના સ્ટુડન્ટ્સ સૂતા હતા. આમ તો હૉસ્ટેલમાં ૧૨૦ જેટલા સ્ટુડન્ટ્સ હોય છે, પણ લાંબા વીક-એન્ડને હિસાબે મોટા ભાગના ઘરે ગયા હતા.

એક સપ્તાહની અંદર પેશાવરમાં થયેલો આ બીજો હુમલો છે. આ પહેલાં શહેરના હયાતાબાદમાં સુસાઇડ અટૅકમાં સિનિયર પોલીસ-ઑફિસર શહીદ થયા હતા.

પાકિસ્તાનના વઝીરિસ્તાનમાં વિસ્ફોટ : પાંચ જણનાં મોત

પાકિસ્તાનના વઝીરિસ્તાનમાં ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)ના વિસ્ફોટમાં પાંચ જણ માર્યા ગયા હતા. એ વિસ્ફોટમાં બે જણ ઈજા પામ્યા હતા. વિસ્ફોટની જવાબદારીનો દાવો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને કર્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK