રવિવારે મોદી દુબઈમાં સ્વામીનારાયણ મંદિરના ભૂમિપૂજનમાં સહભાગી થશે

વડા પ્રધાન પૅલેસ્ટીન, UAE અને ઓમાનની મુલાકાતે રવાના

modi

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચાર દેશોના પ્રવાસે રવાના થયા છે અને આ પ્રવાસ દરમ્યાન આવતી કાલે અબુ ધાબીમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) સંસ્થા દ્વારા બંધાનારા મંદિરના ભૂમિપૂજનમાં વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા સહભાગી થશે અને ત્યાર પછી દુબઈના ઑપેરા હાઉસમાં યોજાનારા સમારોહમાં ભારતીય સમુદાયને સંબોધન કરશે.

પિમ એશિયા અને અખાતના દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવાના ઉદ્દેશથી મોદી ગઈ કાલે જૉર્ડન, પેલેસ્ટીન, UAE અને ઓમાનના ચાર દિવસના પ્રવાસે રવાના થયા હતા. ૨૦૧૫ પછી વડા પ્રધાનનો અખાતના દેશો સહિત પિમ એશિયાઈ દેશોનો આ પાંચમો પ્રવાસ છે. મોદીની પેલેસ્ટીનની આ પ્રથમ અને શ્ખ્ચ્ની બીજી મુલાકાત છે.

ઇઝરાયલ અને પેલેસ્ટીન વચ્ચે ચાલી આવતી દુશ્મનાવટને પગલે આ બે દેશો વચ્ચે શાંતિ-સમાધાનની પ્રક્રિયા શરૂ થાય એ માટે તેઓ પેલેસ્ટીનના પ્રેસિડન્ટ મહમૂદ અબ્બાસ સાથે ચર્ચા કરે એવી શક્યતા છે. આજે તેઓ રામલ્લા પહોંચશે અને ત્યાં યાસર આરાફત મ્યુઝિયમની મુલાકાત લેશે. ત્યાર બાદ તેઓ મહમૂદ અબ્બાસ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. સાંજે તેઓ અબુ ધાબી પહોંચશે.

અબુ ધાબીમાં વડા પ્રધાન વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં મુખ્ય વક્તવ્ય આપવા ઉપરાંત અખાતના દેશોના વેપાર-ઉદ્યોગના અગ્રણીઓને મળીને ભારતમાં મૂડીરોકાણ માટે આમંત્રણ આપશે. હાલમાં UAEનું ભારતમાં ૧૧ અબજ ડૉલર (અંદાજે ૭૦૮ અબજ રૂપિયા)નું મૂડીરોકાણ છે. એ મૂડીરોકાણનો આંકડો ૨૦૨૦ સુધીમાં ૧૦૦ અબજ ડૉલર (અંદાજે ૬૪૪૦ અબજ રૂપિયા) પર પહોંચાડવાનું ભારતનું લક્ષ્ય છે. વડા પ્રધાન અબુ ધાબીમાં UAEના શાસક શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહ્યાન અને વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશિદ અલ મખ્તૂમ સાથે પણ મંત્રણા કરશે.

રવિવારે તેઓ સ્વામીનારાયણ મંદિરના ભૂમિપૂજનમાં વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા ભાગ લેશે અને પછી ભારતીયોના સમુદાયને સંબોધન કરશે. સોમવારે તેઓ ઓમાન જશે અને ત્યાં સુલતાન કાબુસ ગ્રૅન્ડ મસ્જિદ અને પ્રાચીન શિવમંદિરની મુલાકાત લેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK