ફેસબુકને ડેટા લીક માટે સરકારે આપી નોટિસ

૧૦ દિવસમાં જવાબ આપવા તાકીદ

fb

ફેસબુક-યુઝર્સના અંગત ડેટાની ચોરી કરીને એનો ઉપયોગ ચૂંટણીને પ્રભાવિત કરવામાં થવાના ખુલાસા બાદ કેન્દ્ર સરકારે ફેસબુકને નોટિસ ઇશ્યુ કરી છે. સરકારે ફેસબુકને પૂછ્યું છે કે શું ભારતીય યુઝર્સની અંગત માહિતીનો પણ કૅમ્બ્રિજ ઍનૅલિટિકા કે અન્ય કોઈ કંપનીએ ઉપયોગ કર્યો છે? શું ભારતની ચૂંટણીમાં પણ ફેસબુક ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે?

કમ્યુનિકેશન અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી મંત્રાલયે ફેસબુકને આ સવાલોના વિગતે જવાબ ૭ એપ્રિલ સુધીમાં આપવા જણાવ્યું છે. આ અગાઉ શુક્રવારે સરકારે ફેસબુકને નોટિસ આપી કૅમ્બ્રિજ ઍનૅલિટિકા દ્વારા હાંસલ કરાયેલા ફેસબુક ડેટાની વિગતો પણ માગી હતી. અન્ય કોઈ ફર્મ દ્વારા પણ ફેસબુકના ડેટાનો દુરુપયોગ થયો છે કે નહીં અને એને રોકવા ફેસબુકે કયાં પગલાં લીધાં છે એની વિગતો પણ માગી હતી. ભારતમાં ફેસબુકના સૌથી વધુ યુઝર્સ છે એવામાં એમની સુરક્ષા માટે ફેસબુકે કયાં પગલાં લીધાં છે એમ પણ સરકારે નોટિસમાં પૂછ્યું હતું.

યુઝર્સની સુરક્ષા માટે ફેસબુકે લીધા પગલાં

ફેસબુકે ગઈ કાલે જણાવ્યું હતું કે એ ફેસબુકના યુઝર્સને એમની માહિતી પર વધુ કન્ટ્રોલ આપવા પ્રાઇવસી સેટિંગના ટૂલમાં આવશ્યક સુધારાઓ કરશે. આ સુધારાઓ બાદ યુઝર્સ ફેસબુક દ્વારા સ્ટોર કરેલા પોતાની અંગત ડેટાને સરળતાથી સર્ચ, ડાઉનલોડ અને ડિલીટ કરી શકશે.

એક નવા પ્રાઇવસી શૉર્ટકટ મેનુ દ્વારા યુઝર્સ પોતાના અકાઉન્ટની સુરક્ષા વધારી શકશે તેમ જ તેમના અકાઉન્ટને કોણ જોઈ શકશે અને કોણ નહીં એ પણ નિશ્ચિત કરી શકશે અને જાહેરખબરોને પણ કન્ટ્રોલ કરી શકશે.

ફેસબુકના ચીફ પ્રાઇવસી ઑફિસર એરિન ઇગન અને ડેપ્યુટી જનરલ કાઉન્સેલ ઍશ્લી બેરિંગરે એક બ્લૉગમાં કહ્યું છે કે ‘અમને સ્પષ્ટ માહિતી મળી છે કે પ્રાઇવસી ટૂલ અને અન્ય કેટલાંક મહત્વપૂર્ણ ટૂલ્સને શોધવામાં ઘણી મુશ્કેલી પડે છે. આથી લોકોને માહિતી આપવા વધુ કંઈક કરવાની આવશ્યકતા છે. આગામી સપ્તાહમાં અમે કેટલાંક એવાં પગલાં લઈ રહ્યાં છીએ જેથી લોકો તેમની પ્રાઇવસી જાળવી શકે.’

બ્રિટિશ કંપની કૅમ્બ્રિજ ઍનૅલિટિકા દ્વારા ફેસબુક-યુઝર્સના પર્સનલ ડેટાનો અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દુરુપયોગ કરાયાના આક્ષેપ બાદ ફેસબુકે ઘણી ટીકાઓ સહન કરવી પડી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK