ભારતમાં કૅમ્બ્રિજ ઍનૅલિટિકાની ઑફિસ: કૉન્ગ્રેસે એની સર્વિસનો લાભ લીધો હતો

ફેસબુક ડેટા લીકમાં વ્હિસલબ્લોઅરનો દાવો

કૅમ્બ્રિજ ઍનૅલિટિકા ડેટા લીક કેસને કારણે ભારતમાં હોબાળામાં બળતામાં ઘી હોમાયું છે. ડેટા લીક કેસનો ભંડાફોડ કરનારા ૨૮ વર્ષના વ્હિસલબ્લોઅર ક્રિસ્ટોફર વાઇલીએ કૅમ્બ્રિજ ઍનૅલિટિકાની ઑફિસ ભારતમાં પણ હોવાનો અને એના ક્લાયન્ટ્સમાં કૉન્ગ્રેસ પાર્ટીનો પણ સમાવેશ હોવાનું જણાવ્યું હતું.

ક્રિસ્ટોફર વાઇલીએ બ્રિટિશ સંસદ સમક્ષ આપેલા બયાનમાં જણાવ્યું હતું કે ‘કૅમ્બ્રિજ ઍનૅલિટિકા ભારતમાં મોટા પાયે કામ કરતી હતી અને કદાચ ભારતની કૉન્ગ્રેસ પાર્ટી પણ એની ક્લાયન્ટ હતી. ભારતમાં એ કંપનીની ઑફિસ પણ હતી. હું માનું છું કે કૉન્ગ્રેસ પાર્ટી એની ક્લાયન્ટ હતી. હું જાણું છું કે એ કંપની બધી જાતનાં કામો સ્વીકારતી હતી.’

ક્રિસ્ટોફર વાઇલીનું નિવેદન જાહેર થયા પછી કેન્દ્રના કાયદા વિભાગના પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ‘રાહુલ ગાંધી એક્સપોઝ થઈ ગયા છે. કૉન્ગ્રેસે કૅમ્બ્રિજ ઍનૅલિટિકાની સર્વિસનો ઉપયોગ કર્યો છે. કૉન્ગ્રેસને દેશની જનતા પર વિશ્વાસ નથી? જીત મેળવવા માટે એ આટલી હદે નીચે ઊતરે છે? ત્રિપુરા, નાગાલૅન્ડ અને મેઘાલયમાં એને આંચકો લાગ્યો છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK