ડોનલ્ડ ટ્રમ્પે ફરી મેરિટ બેઝ્ડ ઇમિગ્રેશનની તરફેણ કરી

આનાથી ભારત જેવા દેશોના IT પ્રોફેશનલ્સને લાભ થશે

trump

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રની પરિસ્થિતિ વિશે સંસદ (કૉન્ગ્રેસ)નાં બન્ને ગૃહો સમક્ષ પરંપરાગત વાર્ષિક સંબોધન સ્ટેટ ઑફ ધી યુનિયન ઍડ્રેસમાં ચેઇન માઇગ્રેશનનો અંત લાવીને મેરિટ બેઝïડ ઇમિગ્રેશન સિસ્ટમ લાગુ કરવાનો આગ્રહ રાખ્યો હતો. મેરિટ બેઝ્ડ ઇમિગ્રેશન સિસ્ટમ ભારત જેવા દેશોના IT પ્રોફેશનલ્સ માટે લાભદાયક નીવડવાની આશા રાખવામાં આવે છે.

ટ્રમ્પે ૮૦ મિનિટના પ્રથમ સ્ટેટ ઑફ ધી યુનિયન ઍડ્રેસમાં ઇમિગ્રેશનના કાયદામાં સુધારા પસાર કરવામાં અવરોધરૂપ નીવડેલી ધ્રુવીકરણતરફી છાપ દૂર કરવાના પ્રયાસમાં અમેરિકન પ્રજાના હિતમાં વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટીનો સહકાર માગ્યો હતો. ટ્રમ્પે નાની ઉંમરમાં પેરન્ટ્સની સાથે આવેલા ડ્રીમર્સ તરીકે ઓળખાતા ૧૮ લાખ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનો નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો કરતાં ઇમિગ્રેશન રીફૉર્મ્સ પ્રસ્તાવિત કર્યું હતું. ઇમિગ્રેશન રીફૉર્મ્સમાં સરહદી સલામતી, વીઝા લૉટરી પ્રોગ્રામનો અંત અને ફૅમિલી બેઝ્ડ માઇગ્રેશનને મર્યાદિત કરવાની જોગવાઈઓનો ઉલ્લેખ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે કર્યો હતો. 

ફર્સ્ટ સ્ટેટ ઑફ ધી યુનિયન ઍડ્રેસમાં પરમાણુ હુમલાની ધમકીઓ આપતા નૉર્થ કોરિયા અને ઇસ્લામિક સ્ટેટ્સ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISIS) જેવાં આતંકવાદી સંગઠનોના મુકાબલા વિશે પણ ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું. પાડોશી દેશોમાંથી લોકોને ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશતા રોકવા માટે મેક્સિકોની સરહદે દીવાલ બાંધવા માટે ભંડોળ ફાળવવા વિશે પણ ટ્રમ્પે અમેરિકન સંસદનાં ગૃહોને સંયુક્ત બેઠકના સંબોધનમાં જણાવ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK