ભારતની સલામતીને દાવ પર લગાડીને મોદી પાકિસ્તાન સાથે શાંતિ નથી ઇચ્છતા

અમેરિકાના વિદેશપ્રધાન રેક્સ ટિલરસન ભારતની મુલાકાતે આવે એે પહેલાં એક અમેરિકી અધિકારીએ કહ્યું...

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે દેશની સલામતીના ભોગે પાકિસ્તાન સાથે શાંતિ સ્થાપવાની દિશામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધે એવી શક્યતા નથી. ભારત સાથે વેપારી સંબંધ ફરી સ્થાપવા માટે નરેન્દ્ર મોદીનો વિશ્વાસ જીતવો પાકિસ્તાનના જ હિતમાં છે.

આવતા થોડા દિવસોમાં અમેરિકાના વિદેશપ્રધાન રેક્સ ટિલરસનની ભારત અને પાકિસ્તાનની પ્રથમ મુલાકાતના અનુસંધાનમાં સવાલોના જવાબ આપતાં એ અધિકારીએ મહત્વની ટિપ્પણીઓ કરી હતી. ભારતીય ઉપખંડના ક્ષેત્રમાં ખાસ કરીને પાકિસ્તાન સાથે શાંતિ અને સ્થિરતા સ્થાપવામાં ભારતની ભૂમિકા બાબતે અમેરિકાના એ અધિકારીએ ટિપ્પણીઓ કરી હતી. એ અધિકારીએ જણાવ્યું હતું કે સૌ જાણે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાડોશી દેશો સાથે શાંતિ ઇચ્છે છે, પરંતુ શાંતિ સ્થાપવા માટે દેશની સલામતી પર જોખમ ઊભું થાય એવું ઇચ્છતા નથી.

પાકિસ્તાને ફરી છેડ્યો કાશ્મીરનો સૂર

પાકિસ્તાને ફરી વખત કાશ્મીરનું રટણ શરૂ કર્યું છે. આ વખતે પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉખેડવા ઉપરાંત અમેરિકાને શિખામણ પણ આપી છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ જણાવ્યું હતું કે ‘પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધ ભરપૂર કાર્યવાહી પાર પાડી છે. હવે અમેરિકા સહિત અન્યોનો પગલાં લેવાનો વારો છે. અફઘાનિસ્તાનમાં અન્યોની નિષ્ફળતા બાબતે પાકિસ્તાનને બલિનો બકરો બનાવી ન શકાય.’

પાકિસ્તાનના રાજદૂત સુષમા સ્વરાજને મળ્યા

પાકિસ્તાનના વિદેશમંત્રાલયે એના ભારત ખાતેના હાઈ કમિશનર સોહૈલ મહમૂદ ભારતનાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજને મળ્યા હોવાનું ગઈ કાલે જણાવ્યું હતું. એ મુલાકાતમાં કુલભૂષણ જાધવને મુદ્દે ચર્ચાની મીડિયાની અટકળોને પાકિસ્તાનના વિદેશમંત્રાલયે રદિયો આપ્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે સુષમા સ્વરાજે દ્વિપક્ષી મંત્રણાની દિશામાં પ્રગતિની પૂર્વશરતરૂપે કુલભૂષણ જાધવ પરના બધા આરોપો પડતા મૂકવા જણાવ્યું હતું. પાકિસ્તાનની મિલિટરી કોર્ટે કહેવાતી જાસૂસી અને આતંકવાદી પ્રવૃત્તિઓના આરોપસર ફાંસીની સજાનો આદેશ આપ્યો હતો, પરંતુ ગયા મે મહિનામાં ભારતની અપીલના અનુસંધાનમાં ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસે એ ફાંસીની સજાનો અમલ રોક્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK