ડોનલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન સિંગાપોરમાં, આવતી કાલની શિખરમંત્રણા પર દુનિયાની નજર

નૉર્થ કોરિયાના લીડર ભારે સુરક્ષાવ્યવસ્થા સાથે પધાર્યા, પ્લેનની કૉલસાઇન પણ અધ્ધવચ્ચે બદલવામાં આવી

kim

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને નૉર્થ કોરિયાના લીડર કિમ જોંગ ઉન આવતી કાલની શિખરમંત્રણા માટે સિંગાપોર પહોંચી ગયા છે. બન્ને નેતાઓ મંગળવારે સિંગાપોરના સૅન્ટૉસા ટાપુ પરના બીચ રિસૉર્ટમાં મળશે.

ટ્રમ્પ કૅનેડાથી સિંગાપોર આવ્યા હતા, જ્યારે કિમ જોંગ ઉન ચીન થઈને સિંગાપોર પહોંચ્યા હતા.

ગઈ કાલે બપોરે સિંગાપોરના વિદેશપ્રધાને ચાંગી ઍરપોર્ટ પર કિમ જોંગ ઉન સાથે હસ્તધૂનન કરતો ફોટોગ્રાફ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કરીને નૉર્થ કોરિયાના સરમુખત્યાર સિંગાપોર પહોંચી ગયા હોવાનું જાહેર કર્યું હતું. કિમ ઍરપોર્ટથી કાળા રંગની મર્સિડીઝ બેન્ઝ કારમાં એક સેન્ટર તરફ ગયા હતા. તેમના કાફલામાં ૨૦થી વધારે કાર હતી. ત્યાર પછી તેઓ રોકાણ માટેની સેન્ટ રેગિસ હોટેલમાં પહોંચ્યા હતા. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના રહેવાની વ્યવસ્થા શાંગ્રી-લા હોટેલમાં કરવામાં આવી છે.

અમેરિકાના હાલના પ્રમુખની નૉર્થ કોરિયાના નેતા સાથેની મુલાકાતનો આ પ્રથમ અવસર છે. બે નેતાઓની મુલાકાતને ધ્યાનમાં રાખીને સિંગાપોરનું હવાઈ ક્ષેત્ર પણ પ્રતિબંધિત રહેશે. વિશ્વમાં શાંતિની દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણાતી આ શિખરમંત્રણા પછી નૉર્થ કોરિયા પરમાણુ શસ્ત્રોનો કાર્યક્રમ બંધ કરે એવી શક્યતા છે. આ મંત્રણા પાછળ સિંગાપોર બે કરોડ સિંગાપોર ડૉલરનો ખર્ચ કરશે.

કિમ જોંગ ઉનને સિંગાપોર લઈ જવા માટે પ્યૉન્ગયાંગથી ત્રણ પ્લેન રવાના થયાં હતાં. એમાંથી એક કિમનું પ્રાઇવેટ જેટ પણ હતું. આ જેટ સોવિયેટ સંઘમાં બનેલું ilyushin--૬૨ છે અને એનું સત્તાવાર નામ Chammae-1 અથવા Goshawk-2 છે. જોકે કિમ જોંગ ઉન ઍર ચાઇનાની ફ્લાઇટ ૭૪૭ દ્વારા સિંગાપોર પહોંચ્યા હતા. એ ફ્લાઇટનો નંબર CA૧૨૨ હતો. ફ્લાઇટ પર નિગરાની રાખતી વેબસાઇટ ફ્લાઇટ રડાર-૨૪ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કિમ જોંગ ઉન ગઈ કાલે સવારે પહેલાં બીજિંગ ગયા હતા અને ત્યાંથી પ્લેન બદલીને સિંગાપોર તરફ આગળ વધ્યા હતા. પ્રવાસ દરમ્યાન પ્લનની કૉલસાઇન બદલવામાં આવી હતી. પ્લેન હવામાં હતું ત્યારે એની કૉલસાઇન (નામ) CA૧૨૨થી બદલીને CA૦૬૧ રાખવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK