ઇઝરાયલના વડા પ્રધાનને ચરખો ભેટ અપાશે, મોદીને નહીં

જોકે અચરજ પમાડે એવી બાબત એ છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ ભેટ આપવામાં નહીં આવે.

PM

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે અમદાવાદમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ સાબરમતી આશ્રમની મુલાકાત લેવાના છે ત્યારે ઇઝરાયલના વડા પ્રધાનને આશ્રમ દ્વારા ગાંધીજીની આત્મકથાનું પુસ્તક અને ચરખો ભેટ આપવામાં આવશે. જોકે અચરજ પમાડે એવી બાબત એ છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ ભેટ આપવામાં નહીં આવે.

સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના સેક્રેટરી અમૃત મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવતી કાલે સવારે સાડાદસ વાગ્યે ભારત અને ઇઝરાયલના વડા પ્રધાન આશ્રમમાં આવશે. તેમનું હૃદયકુંજમાં સ્વાગ્ત કરવામાં આવશે. બન્ને મહાનુભાવો ગાંધીજીની તસવીરને સૂતરની માળા ચડાવશે અને હૃદયકુંજને નિહાળશે. ત્યાંથી તેઓ પ્રાર્થનાભૂમિ પાસેથી પસાર થઈને બગીચામાં આવેલી ગાંધીબાપુની પ્રતિમા પાસે જશે અને ફૂલહાર કરશે. આ ઉપરાંત સાબરમતી નદીના ઘાટ પર બેસીને વાટાઘાટો કરશે. લગભગ અડધો કલાક સુધી તેઓ આશ્રમમાં રોકાશે. ઇઝરાયલના વડા પ્રધાનને ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજી અનુવાદવાળું પુસ્તક તેમ જ ચરખો ભેટ આપવામાં આવશે. જોકે નરેન્દ્ર મોદીને ભેટ નહીં અપાય, કેમ કે તેઓ ભારતના વડા પ્રધાન તરીકે યજમાન છે. તેઓ યજમાન છે એટલે તેમને ભેટ નહીં અપાય. જોકે આ પહેલાં નરેન્દ્ર મોદીને આશ્રમ દ્વારા ભેટ આપવામાં આવી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK