પ્લેન બેકાબૂ બન્યું કે તરત જ લોકોએ રડતાં-રડતાં ભગવાનને યાદ કર્યા હતા

કાઠમાંડુ ઍરપોર્ટ પર થયેલી વિમાન-દુર્ઘટનામાં બચી ગયેલા પ્રવાસીઓએ અનુભવ કહ્યા

plane

નેપાલની રાજધાની કાઠમાંડુના ત્રિભુવન ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સોમવારે થયેલા પ્લેન-ક્રૅશ વિશે બચી ગયેલા પૅસેન્જરોએ તેમને થયેલા ભયાનક અનુભવ મિડિયા સમક્ષ રજૂ કર્યા છે. અકસ્માત પૂર્વે પ્લેન ધ્રૂજવા માંડ્યું હતું અને અંદરના પ્રવાસીઓ રડતાં-રડતાં ભગવાનના નામનું રટણ કરવા માંડ્યા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોમાં નેપાલની આ સૌથી ગંભીર હવાઈ દુર્ઘટના છે. ઢાકાથી કાઠમાંડુ જતા US-બંગલા ઍરલાઇન્સના પ્લેનને સોમવારે નડેલા અકસ્માતમાં ૪૯ જણ મૃત્યુ પામ્યા હતા.

અકસ્માતમાં બચી ગયેલા લોકોમાંથી એક પ્રવાસીએ અનુભવ વિશે વાત કરતાં પ્લેનમાં આગ લાગી હોવાનું યાદ કર્યું હતું, પરંતુ તેઓ પ્લેનમાંથી બહાર કેવી રીતે નીકળ્યા એ યાદ નહોતા કરી શક્યા. તેમણે કહ્યું હતું કે ‘પ્લેન તૂટી પડ્યા પછી અંદર આગ લાગતાં હું બહાર નીકળવાના પ્રયત્નો કરતો હતો, પરંતુ હું બહાર નહોતો નીકળી શક્યો. મારો હાથ અને પગ બન્ને ફસાયેલા હતા. હું ઇમર્જન્સી ડોર પાસેની સીટ પર બેઠો હતો. કદાચ સિક્યૉરિટીવાળાઓએ આવીને ઇમર્જન્સી ડોર ખોલ્યો ત્યારે હું બહાર પડી ગયો હોઈશ. આગ લાગ્યા પછીની કોઈ બાબત મને યાદ નથી આવતી.’

અન્ય એક પ્રવાસીએ કહ્યું હતું કે ‘લૅન્ડિંગ વખતે અચાનક પ્લેન બેફામ ધ્રૂજવા માંડ્યું અને મોટો ધડાકો સંભળાયો. એ વખતે મને લાગ્યું કે એવું ઍર-ટ્રાફિકને કારણે બની રહ્યું હશે, પરંતુ થોડી વારમાં જોયું તો બહાર ભારે આગ લાગી હતી. ધુમાડો કૅબિનમાં ધસી આવ્યો હતો. ત્યાર પછી ધડાકો થયો. આગ બુઝાવીને અમને બચાવવામાં આવ્યા હતા. અમે બે પ્રવાસી બારી પાસે બેઠા હતા. એથી અમે કાચ તોડીને બહાર નીકળ્યા હતા.’

કાઠમાંડુનું ઍરપોર્ટ મોસ્ટ ડેન્જરસ


ઍર-સેફ્ટીના વિષયમાં નેપાલનો રેકૉર્ડ સારો નથી. ૧૯૪૯માં નેપાલમાં પ્રથમ પ્લેન ઊતર્યું ત્યારથી અત્યાર સુધીમાં પ્લેન્સ અને હેલિકૉપ્ટર્સના ૭૦ કરતાં વધારે અકસ્માતો થયા છે. એમાંથી મોટા ભાગના અકસ્માતો ખરાબ હવામાન, અનુભવ વગરના પાઇલટ્સ તેમ જ પ્લેન્સની સારસંભાળમાં કચાશને કારણે થયા છે. ૧૯૯૨માં પાકિસ્તાન ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સના પ્લેનના ઍક્સિડન્ટમાં અંદરના તમામ ૧૬૭ પ્રવાસી માર્યા ગયા હતા. ત્યાર પછીનો સૌથી ગંભીર અકસ્માત સોમવારનો પ્લેન-ક્રૅશ ગણાય છે.

એવિયેશન માટે નેપાલ વિશ્વનાં સૌથી ખતરનાક ક્ષેત્રોનાંથી એક માનવામાં આવે છે. ત્યાં પહાડી ક્ષેત્ર હોવા ઉપરાંત ઝડપથી બદલાતું હવામાન પણ પાઇલટ્સ માટે પડકારરૂપ બને છે. સોમવારના અકસ્માત વેળાના હવામાનની વિગતો પ્રમાણે એ પ્રદેશમાં પિમથી સામસામા પ્રવાહના પવનો વચ્ચે ગાજવીજ સાથે વાવાઝોડું આવ્યું હતું.

કારણ જાણવા નથી મળ્યું

પ્લેન-ક્રૅશનું કારણ હજી સ્પષ્ટ જાણવા નથી મળ્યું. જોકે ઍરલાઇન ATCને દોષી ગણાવે છે અને ઍરપોર્ટના અધિકારીઓ કહે છે કે પ્લેને ખોટી દિશામાંથી લૅન્ડિંગ કર્યું હતું. અકસ્માતની થોડી મિનિટો પહેલાંની પાઇલટ અને ATC વચ્ચેની વાતચીતનું રેકૉર્ડિંગ સાંભળતાં જણાય છે કે બન્ને વચ્ચે કંઈક ગેરસમજ હોવાથી લૅન્ડિંગ માટે એકમાત્ર રનવેનો છેવટનો ભાગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.

૨૦ વ્યક્તિઓ પ્લેન-ક્રૅશમાં બચી ગઈ

૭૦ કરતાં વધારે પ્લેન-હેલિકૉપ્ટર ક્રૅશ નેપાલમાં થયા છે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK