શી જિનપિંગ હવે આજીવન ચીનના બૉસ

સંસદે અધધધ બહુમતીથી બંધારણમાં સુધારો કર્યો, ચીની સામ્યવાદી પક્ષના સ્થાપક પ્રમુખ માઓ ઝેદોન્ગ પછી તેઓ અમર્યાદ કાળ માટે સત્તા ભોગવશે

રગલુજગલુ

ચીનની રબરસ્ટૅમ્પ સંસદે ગઈ કાલે ઐતિહાસિક બંધારણીય સુધારાને મંજૂરી આપતાં કોઈ પણ વ્યક્તિએ દેશના પ્રમુખ તેમ જ ઉપપ્રમુખપદે રહેવાની બે ટર્મની મર્યાદા નાબૂદ કરી છે. ચીની સંસદ નૅશનલ પીપલ્સ કૉન્ગ્રેસ (NPC)માં આ બંધારણીય સુધારો મંજૂર થતાં હાલના પ્રમુખ શી જિનપિંગ માટે અમર્યાદ કાર્યકાળ સુધી સત્તા પર રહેવાનો માર્ગ મોકળો થયો છે. ચીનની સંસદમાં પ્રમુખપદની મુદતની મર્યાદા નાબૂદ કરતા બંધારણીય સુધારાની તરફેણમાં ૨૯૫૮ મત અને વિરોધમાં અપાયેલા મતની સંખ્યા બે હતી. ત્રણ સભ્યોએ મતદાન કર્યું નહોતું. મતદાન માટે ઇલેક્ટ્રૉનિક વોટિંગને બદલે બૅલટ પેપરની પદ્ધતિ અપનાવવામાં આવી હતી.

ચીની સામ્યવાદી પક્ષ અને ચીની લશ્કરના તાજેતરના ગાળાના સૌથી શક્તિશાળી ૬૪ વર્ષના નેતા શી જિનપિંગ આ મહિને પ્રમુખપદે પાંચ વર્ષની

બીજી મુદતનો આરંભ કરશે. ચીનમાં તેઓ આજીવન સત્તા પર ટકી રહેનારા બીજા નેતા બનશે. ચીની સામ્યવાદી પક્ષના સ્થાપક પ્રમુખ માઓ ઝેદોન્ગ પછી શી જિનપિંગ અમર્યાદ કાળ માટે સત્તા ભોગવે એવી શક્યતા છે.

ગ્રેટ હૉલ ઑફ પબ્લિક ખાતે યોજાયેલા મતદાનમાં મતપેટી (રેડ બૉક્સ)માં પહેલો મત નાખનારા શી જિનપિંગ હતા. ચીનનું પ્રથમ બંધારણ ૧૯૫૪માં અમલમાં આવ્યું હતું. હાલનું બંધારણ ૧૯૮૨માં અમલમાં આવ્યું હતું. એ બંધારણમાં ૧૯૮૮, ૧૯૯૩, ૧૯૯૯ અને ૨૦૦૪માં ચાર સુધારા કરવામાં આવ્યા હતા. બંધારણીય સુધારા માટે ફ્ભ્ઘ્માં મતદાન કરવામાં આવે એ પહેલાં શાસક સામ્યવાદી પક્ષની સર્વોચ્ચ સત્તાધારી સાત સભ્યોની સ્ટૅન્ડિંગ કમિટીએ સર્વસંમતિથી પ્રમુખપદની મુદતમર્યાદા રદ કરતા સુધારાને સર્વસંમતિથી મંજૂરી આપી હતી.

૨૦૨૩માં શી જિનપિંગના પ્રમુખપદની બીજી મુદત પૂરી થતાં તેમણે સત્તા પરથી ઊતરી જવાનું નિશ્ચિત હતું. એથી પરંપરા મુજબ તેમણે આવતા ઑક્ટોબર મહિનામાં તેમના અનુગામીનું નામ જાહેર કરવું અનિવાર્ય હતું. જોકે નવા બંધારણીય સુધારાને મંજૂરી આપવામાં આવતાં હવે જિનપિંગે એ પરંપરા નિભાવવાની જરૂર પડવાની નથી.

ટીકાઓનો વરસાદ


પ્રમુખપદની અમર્યાદ મુદતના બંધારણીય સુધારાને સંસદની મંજૂરીના પગલાની મીડિયા અને સોશ્યલ મીડિયા પર ભરપૂર ટીકાઓ થઈ રહી છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર શી જિનપિંગને વખોડતાં કાટૂર્ન્સ અને લખાણોની વર્ષા થઈ રહી છે. સરકારી ન્યુઝપેપરના એક ભૂતપૂર્વ તંત્રીએ સંસદસભ્યોને સંદેશમાં જણાવ્યું હતું કે ‘પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાની મુદત નાબૂદ કરવાથી અરાજકતા ફેલાશે. અમે અમારો વિરોધ વ્યક્ત કરીશું.’

સત્તા અને પ્રમુખપદની મુદતમાં અમર્યાદ વૃદ્ધિ કરવાના શી જિનપિંગના પગલાને વખાણવા બદલ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની પણ ટીકા કરવામાં આવે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK