ચીનના મિસાઇલથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ

ચીનનું આ નવું વિકસીત મિસાઈલ દુનિયાના કોઈ પણ ખૂણામાં લક્ષ્યને ટાર્ગેટ કરી શકશે

china missile


ટૂંક સમયમાં ચીનની સેનામાં એક એવું ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅલિસ્ટિક મિસાઇલ સમાવિષ્ટ થશે જે વિશ્વના કોઈ પણ ખૂણામાં નિશાન સાધી શકશે. ચીનનું નેક્સ્ટ જનરેશનનું આ મિસાઇલ આવતા વર્ષે ચીનની સેનામાં સામેલ થઈ જશે. આ મિસાઇલ એકસાથે ૧૦ પરમાણુ હથિયારોને લઈ જવા સક્ષમ હશે તથા અલગ-અલગ નિશાન લગાવી શકશે. ડૉન્ગફૅન્ગ-૪૧ નામનું આ મિસાઇલ દુશ્મનોના મિસાઇલ અટૅક અને ડિફેન્સ સિસ્ટમને માત આપવામાં સક્ષમ છે. આ મિસાઇલની ગતિ મેક ૧૦ (અવાજની ગતિ કરતાં ૧૦ ગણું ઝડપી, સ્પીડ લગભગ કલાકના ૧૨,૯૦૦ કિલોમીટર) કરતાં પણ વધુ ઝડપી છે.

એ દસ પરમાણુ બૉમ્બ લઈ જવા સક્ષમ છે અને મલ્ટિપલ અટૅક કરી શકે છે

૨૦૧૨માં આ મિસાઇલની જાહેરાત થયા બાદ અત્યાર સુધીમાં એનાં ૮ વખત પરીક્ષણો કરવામાં આવ્યાં છે અને ૨૦૧૮માં એ પીપલ્સ લીબરેશન આર્મીમાં સામેલ થઈ જશે. ડૉન્ગફૅન્ગ-૪૧ ત્રિસ્તરીય સૉલિડ ફ્યુઅલ મિસાઇલ છે અને એમાં ઓછામાં ઓછી ૧૨ હજાર કિલોમીટર સુધી હુમલો કરવાની ક્ષમતા છે. મતલબ કે ચીનમાંથી દુનિયાના કોઈ પણ ખૂણામાં નિશાન સાધી શકાય છે. રશિયાના વિશેષજ્ઞોના મતે આ મિસાઇલ અમેરિકાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ મિસાઇલથી ચીન અમેરિકા અને યુરોપના તમામ વિસ્તારોને પોતાના નિશાન પર લઈ શકશે.     

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK