બ્રિટનના વ્હિસલબ્લોઅરે ટ્વિટર પર મૂકી કૅમ્બ્રિજ ઍનૅલિટિકાની કુંડળી

ડેટા લીક કરનારી કંપની છેલ્લા ૧૫ વર્ષથી ભારતમાં કરે છે કામ: ૭ ચૂંટણીમાં વિવિધ પક્ષોને મદદ

cambridge

બ્રિટિશ કંપની કૅમ્બ્રિજ ઍનૅલિટિકા દ્વારા કહેવાતા ડેટા બ્રીચ બાબતે વિવાદના કેન્દ્રમાં આવેલા ૨૮ વર્ષના બ્રિટિશ વ્હિસલબ્લોઅર ક્રિસ્ટોફર વાઇલીએ ૨૦૦૩થી આ કંપનીની ભારતમાં સક્રિયતાની વિગતો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર મૂકી છે. કૅમ્બ્રિજ ઍનૅલિટિકાના ભૂતપૂર્વ કર્મચારી ક્રિસ્ટોફર વાઇલીએ મંગળવારે બ્રિટિશ સંસદની ડિજિટલ, કલ્ચર, મીડિયા ઍન્ડ સ્પોર્ટ કમિટી સમક્ષ બયાન આપતાં સંસદસભ્યોને જણાવ્યું હતું કે કંપનીએ ભારતમાં ભરપૂર કામ કર્યું છે અને એના ક્લાયન્ટ્સમાંથી એક કૉન્ગ્રેસ પાર્ટી હોવાનું હું માનું છું.

ક્રિસ્ટોફર વાઇલીએ આપેલી વિગતો મુજબ ભારતમાં આ કંપની આશરે ૧૫ વર્ષથી કામ કરે છે અને એણે આશરે ૭ ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષોને મદદ કરી છે. આ સિવાય તેણે આપેલી વિગતો નીચે મુજબ છે...

બિહારની ચૂંટણીમાં JD-Uને મદદ


ક્રિસ્ટોફર વાઇલીએ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘૨૦૧૦ની બિહારની ચૂંટણી વેળા JD-U પક્ષ પણ કૅમ્બ્રિજ ઍનૅલિટિકાનો ક્લાયન્ટ હતો. SCL ઇન્ડિયાને બિહાર વિધાનસભાની ૨૦૧૦ની ચૂંટણી માટે JD-U માટે રિસર્ચ ઍન્ડ સ્ટ્રૅટેજીનું કામ સોંપવામાં આવ્યું હતું. ક્લાયન્ટને હરીફો સાથે સંઘર્ષનાં ચોક્કસ ક્ષેત્રો પારખવામાં સરળતા રહે એ માટે જ નહીં પણ યોગ્ય ઑડિયન્સ, મેસેજ અને પ્રચારમાં સમાજના યોગ્ય વર્ગો અને જાતિ-જ્ઞાતિઓને ધ્યાનમાં રાખી શકાય એ માટે SCL તરફથી ૭૫ ટકા ઘરોને ટાર્ગેટ કરીને બિહેવ્યરલ રિસર્ચ પ્રોગ્રામ હાથ ધર્યો હતો. ૨૦૧૦માં NDA સાથે જોડાણને આધારે JD-Uને વિજય પ્રાપ્ત થયો હતો.’

આધુનિક વસાહતવાદ

કૅમ્બ્રિજ ઍનૅલિટિકાની પેરન્ટ કંપની SCL ઇન્ડિયાએ ઉત્તર પ્રદેશમાં કેટલાક કાસ્ટ સર્વે પણ કરાવ્યા હતા. ઘણા ઇન્ડિયન જર્નલિસ્ટ્સ મારી પાસે વિગતો માગે છે. તેમને માટે SCL ઇન્ડિયાના ભૂતકાળના કેટલાક પ્રોજેક્ટ્સની વિગતો આપું છું. વારંવાર પૂછવામાં આવતા સવાલના જવાબમાં કહું છું કે ‘હા, SCL અને કૅમ્બ્રિજ ઍનૅલિટિકાએ ભારતમાં કામ કર્યું હતું અને ત્યાં એની ઑફિસો છે. આધુનિક વસાહતવાદ આવો હોય છે.’

૬૦૦ જિલ્લા અને ૭ લાખ ગામડાંનો ડેટાબેઝ


વાઇલીના ટ્વિટર પરના મેસેજમાં SCL દ્વારા તૈયાર કરવામાં આવેલા ૬૦૦ જિલ્લા અને ૭ લાખ ગામડાંની વિગતો (ડેટાબેઝ) બાબતના દસ્તાવેજોનો પણ સમાવેશ છે અને એ ડેટાબેઝ સતત અપડેટ કરવામાં છે.

ભારતમાં નવ ઑફિસ


કંપનીની હેડ-ઑફિસ ગાઝિયાબાદમાં અને પ્રાદેશિક ઑફિસોમાં અમદાવાદ, બૅન્ગલોર, કટક, ગુવાહાટી, હૈદરાબાદ, ઇન્દોર, કલકત્તા, પટના અને પુણેની નવ ઑફિસોનો સમાવેશ છે.

ઉત્તર પ્રદેશમાં જાતિગત રિસર્ચ

વાઇલીના ડૉક્યુમેન્ટમાં કોઈ નૅશનલ પાર્ટી માટે ૨૦૧૧-’૧૨માં ઉત્તર પ્રદેશમાં કાસ્ટ સેન્સસ અને કાસ્ટ રિસર્ચ કૅમ્પેન્સ યોજવામાં આવ્યાં હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. રિસર્ચમાં રાજ્યમાં આંતરિક સ્તરે કાસ્ટ સ્ટ્રક્ચર ઍન્ડ ડાયનૅમિક્સ ઍનૅલિસિસનો પણ સમાવેશ હતો. એ ઍનૅલિસિસ વડે પક્ષના મૂળભૂત મતદારો અને બદલાતા મતદારો (સ્વિંગ વોટર્સ)ને પારખવાની ભૂમિકા રચાતી હતી.

રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ કામ

વાઇલીના ડૉક્યુમેન્ટમાં આવરી લેવામાં આવેલી અન્ય બાબતોમાં વિવિધ રાજ્યોમાં કૅમ્બ્રિજ ઍનૅલિટિકાના કામની વિગતોનો પણ સમાવેશ છે. એમાં ૨૦૦૩માં રાજસ્થાનની ચૂંટણીમાં રાજ્યના મુખ્ય રાજકીય પક્ષ માટે કરેલા કામનો પણ સમાવેશ છે. ૨૦૦૩માં મધ્ય પ્રદેશમાં રાષ્ટ્રીય રાજકીય પક્ષ માટે સ્વિંગ વોટર્સને પારખવા માટે કરવામાં આવેલા સંશોધન, સર્વેક્ષણ અને અભ્યાસ, ૨૦૦૭ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષ માટે સંપૂર્ણ રાજકીય સર્વેક્ષણ તેમ જ ૨૦૦૯ની રાષ્ટ્રીય ચૂંટણીમાં લોકસભાના અનેક ઉમેદવારોના પ્રચારના કામનો સમાવેશ છે.

મેળવો ધાર્યું પરિણામ

SCLના મટીરિયલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અમારી સર્વિસિસ ક્લાયન્ટ્સને ધાર્યા પ્રમાણેનાં પરિણામો મેળવવા માટે લોકોનાં વ્યવહાર-વર્તનને પ્રભાવિત કરવા માટે સંબંધિત ક્ષેત્રના રહેવાસીઓમાંથી ઉપયોગી અને મહત્વનાં ગ્રુપ્સને તારવવા અને ટાર્ગેટ કરવામાં સહાયક નીવડે છે.

વાઇલીના દસ્તાવેજોમાં ૨૦૦૭માં કેરળ, પિમ બંગાળ, આસામ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં હિંસક જેહાદી પ્રવૃત્તિમાં અને એ પ્રવૃત્તિને સમર્થનના કાર્યક્રમમાં રિક્રૂટમેન્ટના પ્રતિકાર બાબતે કેટલાક કાર્યની પણ જાણકારી આપવામાં આવી હતી. દસ્તાવેજોમાં એ કાર્યક્રમ નૉન-ડિઝાયર્ડ બિહેવિયર (NDB)ના પ્રતિકાર માટેના ટ્રાન્સ નૅશનલ પ્રોગ્રામના સમર્થનમાં હાથ ધરવામાં આવ્યો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

JD-Uએ આરોપોનો ઇનકાર કર્યો

કૅમ્બ્રિજ ઍનૅલિટિકાના ભૂતપૂર્વ કર્મચારી ક્રિસ્ટોફર વાઇલીએ ટ્વિટરના મેસેજમાં અને બ્રિટિશ સંસદીય સમિતિ સમક્ષ મૂકેલા આરોપોને JD-U ના નેતા કે. સી. ત્યાગીએ રદિયો આપ્યો હતો. ક્રિસ્ટોફરે ૨૦૧૦ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં JD-U માટે કૅમ્બ્રિજ ઍનૅલિટિકાએ કાસ્ટ સર્વે-ઍનૅલિસિસ તથા રિસર્ચ ઍન્ડ સ્ટ્રૅટેજી ઘડવાનું કામ કર્યું હોવાનું જણાવ્યું હતું. જોકે આ બધા આરોપો ખોટા હોવાનું પક્ષના નેતા કે. સી. ત્યાગીએ જણાવ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK