પથારીમાં એક હાથના અંતરે મોબાઇલ રાખીને સૂવું જોખમી છે

સેલફોનના રેડિયેશનથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે એ વાતે સાયન્ટિસ્ટોમાં બેમત છે.

mobile

જોકે કોઈ પણ પ્રકારના તરંગો શરીર પર અસર તો છોડે જ છે એટલે અમેરિકામાં કૅલિફૉર્નિયાના હેલ્થ-ડિપાર્ટમેન્ટે સેલફોન વાપરતી વખતે રેડિયેશનની સૌથી ઓછી માઠી અસર થાય એ માટેની ગાઇડલાઇન્સ બહાર પાડી છે. એનાં રેડિયેશન્સ કૅન્સર અને ઇન્ફર્ટિલિટીનું કારણ બની શકે છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. અભ્યાસકર્તાઓ કોઈ પુરાવા સાથે રજૂ નથી કરી શક્યા કે સેલફોનનાં રેડિયેશન્સ ડેન્જરસ છે, પરંતુ એનું અતિ સામીપ્ય અનહેલ્ધી ચોક્કસ છે. જ્યારે તમે જીવંત પ્રસારણ જોઈ રહ્યા હો કે મોટી ફાઇલો ડાઉનલોડ કરી રહ્યા હો ત્યારે ખૂબ સઘન રેડિયોઍક્ટિવ કિરણો પેદા થાય છે. રેડિયોફ્રીક્વન્સી એનર્જી સેલફોન્સનો સતત ઉપયોગ અનેક સમસ્યાઓ પેદા કરે છે એટલે પર્યાવરણ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલાં સૂચનો કંઈક આ મુજબનાં છે:

મોબાઇલ પર વાત કરતી વખતે સ્પીકરનો ઉપયોગ કરો, હેડસેટથી પણ ખૂબ સૂક્ષ્મ માત્રામાં રેડિયોફ્રીક્વન્સી તરંગો પાસ થાય છે.

સૂતી વખતે મોબાઇલ પથારીમાં સાથે ન રાખો કે પલંગની બાજુમાં મૂકેલા ટેબલ પર પણ ન રાખો. સૂતી વખતે મોબાઇલ એક હાથથી વધુ ડિસ્ટન્સ પર મૂકવો જોઈએ.

સેલફોન પૅન્ટ કે શર્ટના ખિસ્સામાં ન રાખો. બૅગ કે બૅકપૅકમાં રાખો. સેલફોન પર લાંબી વાતો કરવાને બદલે ટેક્સ્ટ મેસેજથી કામ ચાલી જતું હોય તો એમ કરવું બહેતર છે.  જ્યારે મોબાઇલની જરૂર ન હોય ત્યારે સ્વિચ-ઑફ અથવા ઍરપ્લેન મોડ પર રાખો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK