બ્રાઝિલનું ૨૦૦ વર્ષ જૂનું મ્યુઝિયમ આગમાં ખાખ

બ્રાઝિલનું ૨૦૦ વર્ષ જૂનું મ્યુઝિયમ આગમાં ખાખ : એમાં ૧૨,૦૦૦ વર્ષ જૂનું એક મહિલાનું હાડપિંજર પણ હતું

MUSEAM


બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં આવેલા ૨૦૦ વર્ષ જૂના મ્યુઝિયમમાં રવિવારે સાંજે ભીષણ આગ લાગી હતી અને એમાં અનેક ઐતિહાસિક સામગ્રી નાશ પામી હતી. રવિવારે સાંજે મ્યુઝિયમ બંધ થયું ત્યાર બાદ આ આગ લાગી હતી

અને આખા બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. આ મ્યુઝિયમમાં નૅચરલ હિસ્ટરી અને માનવ-ઉત્ક્રાન્તિનો ઇતિહાસ સાચવવામાં આવ્યો છે અને બ્રાઝિલની જૂનામાં જૂની સાયન્ટિફિક ઇãન્સ્ટટuૂટ છે. આગ કેવી રીતે લાગી એનાં કારણોની ખબર નથી, પણ એમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ગઈ કાલે સવાર સુધી આગ ઓલવી દેવામાં આવી હતી. આ મ્યુઝિયમમાં બ્રાઝિલની મોટામાં મોટી ઉલ્કા, ડાયનોસૉરનાં અસ્થિ તથા ૧૨,૦૦૦ વર્ષ જૂના એક મહિલાના હાડપિંજરનો સંગ્રહ કરવામાં આવ્યો છે. પોલીસે કહ્યું હતું કે મ્યુઝિયમમાંની અમુક વસ્તુઓને બચાવી લેવામાં આવી છે. એક કાળમાં આ બિલ્ડિંગ પોર્ટુગીઝ રાજવી પરિવારનું નિવાસસ્થાન હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK