બાલીમાં રઝળી પડ્યા પ્રવાસીઓ

ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટવાની તૈયારીમાં: ઊડતી રાખને કારણે બાલી ઍરપોર્ટ બે દિવસથી બંધ

volcano


ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટવાના એંધાણરૂપે ભૂગર્ભના અવાજો સાથે ઊડતી રાખના ગોટેગોટાને કારણે બાલીના ઍરપોર્ટને સતત બીજા દિવસે બંધ રાખવાની સ્થાનિક સત્તાવાળાઓને ફરજ પડી હતી. માઉન્ટ અગુન્ગ જ્વાળામુખી ફાટવાના ઝળૂંબતા ખતરાને કારણે એની આસપાસના વિસ્તારોના હજારો લોકો તેમનાં ઘર ખાલી કરીને દૂર જતા રહ્યા છે. એ ઉપરાંત ઘણા પ્રવાસીઓ રઝળી પડ્યા છે.

ભૂસ્તરશાસ્ત્રના નિષ્ણાતોએ બાલી ટાપુની સાવ નિકટનો માઉન્ટ અગુન્ગ કોઈ પણ ક્ષણે ફાટવાની ચેતવણી આપ્યા પછી સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. એક અઠવાડિયાથી માઉન્ટ અગુન્ગ જ્વાળામુખીમાંથી રાખોડી રંગના ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે એથી બુધવારની સવાર સુધી બાલી ઍરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ્સનાં ટેક-ઑફ કૅન્સલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એ ડેન્જર ઝોનમાંથી ૪૦,૦૦૦ લોકો ઘર છોડીને દૂર ચાલ્યા ગયા છે અને એક લાખ જેટલા લોકોને તેમનો રહેઠાણવિસ્તાર છોડવાની ફરજ પાડવામાં આવે એવી શક્યતા છે.

ગયા અઠવાડિયાથી માઉન્ટ અગુન્ગમાંથી નીકળતો રાખોડી ધુમાડો આકાશમાં ત્રણ કિલોમીટર સુધી પહોંચતો હોવાથી ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે. ગઈ કાલ સુધીની સ્થિતિમાં ૪૪૩ ફ્લાઇટસ રદ કરવામાં આવી હતી એથી બાલીમાં ૧,૨૦,૦૦૦ પ્રવાસીઓ રઝળી પડ્યા છે. બાલીની પૂર્વ દિશાના લોકપ્રિય પર્યટનસ્થળ લોમ્બાક ટાપુનું ઍરપોર્ટ છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર બંધ થાય છે અને ખૂલે છે. ગઈ કાલે સાંજે એ ઍરપોર્ટ ખૂલ્યું હતું, પરંતુ કોઈ પણ ક્ષણે ફરી બંધ કરવાની શક્યતા તોળાઈ રહી હતી.

માઉન્ટ અગુન્ગ છેલ્લે ૧૯૬૩માં ફાટ્યો ત્યારે ૧૬૦૦ જણ માર્યા ગયા હતા. ૧૩૦ સક્રિય જ્વાળામુખી ધરાવતા દેશમાં અત્યાર સુધીનો એ સૌથી વિનાશક વિસ્ફોટ ગણાય છે.

સુષમા સ્વરાજની ભારતીયોને ધરપત : ડોન્ટ વરી

માઉન્ટ અગુન્ગ જ્વાળામુખી ફાટવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં ઇન્ડોનેશિયાની સ્થિતિ પર વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સતત નિગરાની રાખી રહ્યાં છે. એ ઉપરાંત ત્યાં ભારતીયોને મદદ માટે બાલી સ્થિત ઇન્ડિયન કૉન્સ્યુલેટે સિટી ઍરપોર્ટ પર હેલ્પ-ડેસ્ક શરૂ કરી છે. 

વિદેશપ્રધાન સુષમા સ્વરાજે સોમવારે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં ઇન્ડોનેશિયાના ભારતીયોને હૈયાધારણ આપતાં જણાવ્યું હતું કે ‘બાલીના ભારતીયો, પ્લીઝ ચિંતા ન કરો. તમને મદદરૂપ થવા માટે જકાર્તામાં ભારતના ઇન્ડોનેશિયાના ઍમ્બૅસૅડર પ્રદીપ રાવત અને બાલીના કૉન્સલ જનરલ સુનીલ બાબુ ખડેપગે છે. એ ઉપરાંત હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નિગરાની રાખી રહી છું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK