અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવામાં ૭૦ વર્ષનો સમય લાગશે

વેઇટિંગ લિસ્ટમાં ત્રણ-ચતુર્થાંશ ભારતીયો છે : કોઈ એક દેશના ૭ ટકા કરતાં વધુ નાગરિકોને ગ્રીન કાર્ડ ઇશ્યુ કરી શકાય નહીં એવો નિયમ આડો આવી રહ્યો છે

passpoort

અમેરિકામાં કાયમી વસવાટ માટે ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છતા ઉચ્ચ કૌશલ ધરાવતા પ્રોફેશનલોના વેઇટિંગ લિસ્ટમાં ત્રણ-ચતુર્થાંશ કરતાં વધુ ભારતીયો છે એવું તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ પરથી જણાયું છે.

૨૦૧૮ના મે મહિનામાં એમ્પ્લૉયમેન્ટ-બેઝ્ડ પ્રેફરન્સ કૅટેગરી હેઠળ ગ્રીન કાર્ડ મેળવવા માટે કુલ ૩,૯૫,૦૨૫ વિદેશી નાગરિકો રાહ જોઈ રહ્યા હતા. એમાંથી ૩,૦૬,૬૦૧ ભારતીયો હતા એમ યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) દ્વારા જાહેર કરાયેલી આંકડાકીય માહિતીમાં જણાવવામાં આવ્યું છે. જોકે આ આંકડાઓમાં મંજૂર કરાયેલી ઇમિગ્રેશનની અરજીઓના આશ્રિત લાભાર્થીઓ (ડિપેન્ડન્ટ બેનિફિશિયરી)નો સમાવેશ કરવામાં આવ્યો નથી.

ભારત પછી બીજા ક્રમે ચીન આવે છે. ચીનના કુલ ૬૭,૦૩૧ નાગરિકો ગ્રીન કાર્ડના વેઇટિંગ લિસ્ટમાં છે. ભારત અને ચીન સિવાય અન્ય કોઈ પણ દેશના ૧૦,૦૦૦ કરતાં વધુ નાગરિકો વેઇટિંગ લિસ્ટમાં નથી. અન્ય દેશોમાં અલ સૅલ્વેડોર (૭૨૫૨), ગ્વાટેમાલા (૬૦૨૭), હૉન્ડુરસ (૫૪૦૨), ફિલિપીન્સ (૧૪૯૧), મેક્સિકો (૭૦૦) અને વિયેટનામ (૫૨૧)નો સમાવેશ છે.

હાલના કાયદા મુજબ એક નાણાકીય વર્ષમાં કોઈ પણ દેશના ૭ ટકા કરતાં વધુ નાગરિકોને ગ્રીન કાર્ડ ઇશ્યુ કરી શકાય નહીં. જો આ પ્રમાણે ગણતરી માંડીએ તો ભારતીયોએ ગ્રીન કાર્ડ મેળવવા માટે સૌથી લાંબો સમય લગભગ ૭૦ વર્ષ રાહ જોવી પડશે.

શું છે આ ગ્રીન કાર્ડ?


અમેરિકાનું ગ્રીન કાર્ડ કાયમી નિવાસી કાર્ડ તરીકે પણ ઓળખાય છે. આ કાર્ડધારક અમેરિકામાં કાયદેસર કાયમી નિવાસ કરી શકે છે તેમ જ કામ પણ કરી શકે છે. અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે ગ્રીન કાર્ડ પ્રથમ પગથિયું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK