પરમાણુ શસ્ત્રોની નાબૂદીના આંતરરાષ્ટ્રીય અભિયાન ICANને નોબેલ શાંતિ પારિતોષિક

પરમાણુ શસ્ત્રોની નાબૂદીના આંતરરાષ્ટ્રીય અભિયાન ઇન્ટરનૅશનલ કૅમ્પેન ટુ અબૉલિશ ન્યુક્લિયર વેપન્સ (ICAN)ની આ વર્ષના નોબેલ શાંતિ પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે.


નૉર્વેની નોબેલ પ્રાઇઝ કમિટીએ જણાવ્યા પ્રમાણે પરમાણુ શસ્ત્રોના ઉપયોગનાં પરિણામોથી વિશ્વને વાકેફ કરવાના પ્રયાસો બદલ ICANને આ પારિતોષિક આપવામાં આવ્યું છે.

નોબેલ શાંતિ પારિતોષિકની સ્પર્ધામાં પોપ ફ્રાન્સિસ, સાઉદી અરેબિયાના બ્લૉગર રૈફ બદાવી અને ઈરાનના વિદેશપ્રધાન મોહમ્મદ જાવેદ ઝરીફ પણ હતા. નોબેલ પ્રાઇઝ કમિટીએ નૉર્વેની રાજધાની ઑસ્લોમાં પારિતોષિકની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાનાં કેવાં વિનાશકારી પરિણામો આવે છે એનો સંદેશ આવાં શસ્ત્રો ધરાવતા તમામ દેશોને અમે આપવા ઇચ્છીએ છીએ.

૩૧૮ ઉમેદવારીઓમાંથી પસંદગી જાહેર કરતાં નોબેલ કમિટીએ જણાવ્યું હતું કે ICAN મોટા પાયે પરમાણુ શસ્ત્રોની નાબૂદીની ઝુંબેશ ચલાવે છે. કમિટીએ પારિતોષિક માટે વિચારણા કરવામાં આવેલાં અન્ય નામો વિશે માહિતી આપી નહોતી, પરંતુ શાંતિ પારિતોષિક માટે ૨૧૫ વ્યક્તિઓ અને ૧૦૩ સંસ્થાઓની ઉમેદવારીઓ પ્રાપ્ત થઈ હોવાનું જણાવ્યું હતું.

ICAN સંસ્થાને આ વર્ષની ૧૦ ડિસેમ્બરે ઑસ્લો શહેરમાં યોજવામાં આવનારા કાર્યક્રમમાં નોબેલ શાંતિ પારિતોષિક એનાયત કરવામાં આવશે. પારિતોષિકરૂપે સંસ્થાને ૧૧ લાખ ડૉલર (અંદાજે ૭.૨૨ કરોડ રૂપિયા) આપવામાં આવશે.

ICANના અભિયાનને કોનો ટેકો નથી?

જુલાઈ મહિનામાં સંયુક્ત રાષ્ટ્રસંઘની પરમાણુ શસ્ત્ર પ્રતિબંધક સંધિ પર ૧૨૨ દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. એ વખતે અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ જેવા પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો એ સંધિ સંબંધી મંત્રણાથી દૂર રહ્યા હતા. નૉર્થ કોરિયાએ અતિ શક્તિશાળી પરમાણુ બૉમ્બનું પરીક્ષણ કર્યાના સમાચાર તાજા છે અને એ મુદ્દે અમેરિકા સાથે તંગદિલી વધી છે એવા સમયે નોબેલ શાંતિ પારિતોષિક માટે ICANની પસંદગીની જાહેરાત કરવામાં આવી છે. ICAN સંસ્થાએ એનું ૨૦૦૭માં શરૂ કરવામાં આવેલું પરમાણુ શસ્ત્રોવિરોધી અભિયાન ૧૦૦ કરતાં વધારે દેશોમાં ચાલતું હોવાનું જણાવ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK