અમેરિકાએ ભારતને આપી ચેતવણી... !

રાશિયા પાસેથી ભારતે હથિયાર ખરીદતા ભડક્યું અમેરિકા modi trump



અમેરિકા લાંબા સમયથી ભારત પર રશિયા પાસેથી હથિયાર ન ખરીદવા દબાણ બનાવી રહ્યું છે. રશિયન હથિયારોની ખરીદી મામલે ફરી એકવાર અમેરિકાએ ભારતને ચેતવણી આપી છે. પેન્ટાગોનના એક ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ જો ભારત રશિયા પાસેથી હથિયાર ખીદશે, તો ભારતને અમેરિકા તરફથી મળતી વિશેષ છૂટની કોઈ ગેરંટી નથી.

પેન્ટાગોને ભારત પર દબાણ કરવા માટે એક નિવેદન જાહેર કર્યું છે, જેથી મોદી સરકાર રશિયા પાસેથી હથિયારો ન ખરીદે. હકીકતમાં ભારત રશિયા પાસેથી હવામાં લાંબા અંતર સુધી પ્રહાર કરી શક્તી એન્ટી મિસાઈલ સિસ્ટમ S 400 સહિત અન્ય હથિયારોની ખરીદી કરવાનું છે, જેને લઈને અમેરિકા પરેશાન છે.

ભારત અને અમેરિકાના સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં સારા રહ્યા છે. પરંતુ રશિયા ભારતનું સૌથી જુનુ મિત્ર છે. પરંતુ અમેરિકાના હાલના નિયમો મુજબ જો કોઈ દેશ રશિયા સાથે સંરક્ષણ કે ગુપ્તચર વિભાગના ક્ષેત્રમાં ખરીદ વેચાણ કરે તો તે દેશે અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે યુએસના સંરક્ષણમંત્રી જિમ મેટિસના પ્રયાસ બાદ અમેરિકન સંસદે ટ્રમ્પ અને વિદેશ મંત્રીને રશિયા સાથે સોદો કરતા સહયોગી દેશોને પ્રતિબંધમાંથી છૂટ આપવાનો અધિકાર આપ્યો છે. તે છતાંય પેન્ટાગોનની ચેતવણી ભારત-રશિયાનો સોદો અટકાવવા માટે વ્યૂહરચના સમાન દેખાઈ રહી છે..

ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા બાદ નવી દિલ્હીમાં બારત અને અમેરિકાના સંરક્ષણ તેમજ વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક યોજાવાની છે, તે પહેલા જ અમેરિકાએ આ ચેતવણી ઉચ્ચારી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK