પાક. ને ઝટકો, અમેરિકાએ 2100 કરોડની મદદ અટકાવી

પાકિસ્તાનને વધુ એક ઝટકો આપતા અમેરિકાએ 300 મિલિયન ડૉલરની સહાય અટકાવી દીધી છે

pak usa



પાકિસ્તાનને વધુ એક ઝટકો આપતા અમેરિકાએ 300 મિલિયન ડૉલરની સહાય અટકાવી દીધી છે. આતંકીઓ વિરુદ્ધ પાકિસ્તાનની નબળી કામગીરીને પગલે ટ્રમ્પ સરકારે આ નિર્ણય લીધો છે. અમેરિકન સેનાએ નિવેદન આપ્યું છે કે પાકિસ્તાન જે રીતે આતંકવાદ વિરુદ્ધ પગલા લેવામાં નિષ્ફળ રહ્યું છે, તે જોતા અમે 300 મિલિયન ડૉલર એટલે કે 2100 કરોડની આર્થિક મદદ રોકવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના સંરક્ષણ વિભાગના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ કોની ફૉકનરના કહેવા મુજબ અમેરિકન સંરક્ષણ વિભાગ હવે આ રકમનો ઉપયોગ અન્ય જરૂરી પ્રાથમિક્તાઓ પૂરી કરવામાં કરશે. અમેરિકાના આ નિર્ણય બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની છબી વધુ ખરડાઈ છે.

ટ્રમ્પ પ્રશાસનનો દાવો છે કે અફ્ઘાનિસ્તાનમાં જે આતંકવાદીઓ વર્ષોથી લોહિયાળ જંગ ખેલી રહ્યા છે, પાકિસ્તાન તેમને શરણ આપી રહ્યું છે. જો કે પાકિસ્તાન આ આરોપો નકારતું રહ્યું છે. પરંતુ અમેરિકાના આર્થિક મદદ અટકાવવાના નિર્ણયથી બંન દેશના સંબંધ વધુ બગડી શકે છે.

અમેરિકા સાથે દગો કરવાનો આરોપ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પહેલા પાકિસ્તાન પર અરબો ડૉલરની મદદ મળવા છતાં અમેરિકા સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું,'અમેરિકાએ પાછલા 15 વર્ષમાં પાકિસ્તાનને 33 અરબ ડૉલરથી વધુની મદદ કરી છે, પરંતુ બદલામાં જૂઠ્ઠાણા અને છળ સિવાય કશું મળ્યું નથી. તેઓ વિચારે છે કે અમેરિકાના નેતાઓ મૂરખા છે. અમે અફ્ઘાનિસ્તાનમાં જે આતંકીઓને શોધી રહ્યા છીએ, પાકિસ્તાન તેમને શરણ આપી રહ્યું છે. હવે વધું નહીં'

વધી શકે છે નવા પીએમ ઈમરાનની મુશ્કેલી


અમેરિકાના આ નિર્ણયને પગલે પાકિસ્તાનની નવી સરકાર અને વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી શકે છે. હજી કેટલાક દિવસો પહેલા જ ઈમરાન ખાને પાકિસ્તાનનું સુકાન સંભાળ્યું છે, અને આર્થિક મામલે તે સંઘર્ષ કરી રહ્યા છે. પાકિસ્તાનની વિદેશી મુદ્રા સતત ઘટી રહી છે. મે 2017માં જ્યારે પાકિસ્તાન પાસે 16.4 અરબ ડૉલર વિદેશી નાણું હતું, તે હવે 10 અરબ ડૉલર પર પહોંચી ચુક્યુ છે. વિદેશી નાણું ઘટવાને કારણે પાકિસ્તાન પર આર્થિક નુક્સાનનું સંકટ ઘેરાઈ રહ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK