૭ પાકિસ્તાની કંપનીઓ પર અમેરિકાએ મૂક્યો પ્રતિબંધ

આતંકવાદને આશ્રય આપવાને કારણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની નારાજગી વહોરી રહેલા પાકિસ્તાનના વધુ એક સપના પર ટ્રમ્પ સરકારે પાણી ફેરવી દીધું છે.

trump

ટ્રમ્પ સરકારે પાકિસ્તાનની સાત કંપનીઓને એવાં સંગઠનોની યાદીમાં સામેલ કરી છે જે ન્યુક્લિયર હથિયારોના વ્યવસાયમાં અમેરિકી સુરક્ષા માટે જોખમી પુરવાર થઈ શકે છે. આ પગલાથી પાકિસ્તાનનું ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (NSG)માં સામેલ થવાનું સપનું ચકનાચૂર થવાની શક્યતા છે.

યુનાઇટેડ સ્ટેટ્સ બ્યુરો ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ સિક્યૉરિટીએ આ યાદી તૈયાર કરી છે. આ સાતે કંપનીઓ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા કે વિદેશી હિત વિરુદ્ધ થઈ રહેલી પ્રવૃત્તિમાં સામેલ છે કે પછી સામેલ થઈ શકે છે. આ પગલું પાકિસ્તાન પર દબાણ વધારવાની કરવામાં આવેલી કોશિશોનો એક ભાગ પણ હોઈ શકે છે. જાન્યુઆરીમાં અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી બે અબજ ડૉલર (અંદાજે ૧૨૯.૭૨ અબજ રૂપિયા)ની સંરક્ષણ-સહાય આપવી બંધ કરી હતી. સાતમાંની ત્રણ કંપનીઓને અમેરિકાની વિદેશનીતિના હિતથી વિરુદ્ધ થઈ રહેલા અસુરક્ષિત ન્યુક્લિયર પ્રવૃત્તિના પ્રસારમાં ભાગ લેવા બદલ યાદીમાં સામેલ કરવામાં આવી હતી. આ યાદીમાં પાકિસ્તાનની સાત ઉપરાંત સાઉથ સુદાનની ૧૫ અને સિંગાપોરની એક એમ કુલ ૨૩ કંપનીનો સમાવેશ છે. આ તમામ કંપનીઓએ હવે નિકાસના આકરા નિયમોનું પાલન કરવું પડશે જે તેમને આંતરરાષ્ટ્રીય વેપાર કરતાં રોકી શકે છે.

NSG શું છે?

NSG ન્યુક્લિયર સપ્લાયર દેશોનું એક ગ્રુપ છે જેની સ્થાપના ન્યુક્લિયર હથિયારોનો પ્રસાર રોકવાના હેતુથી ૧૯૭૪માં કરવામાં આવી હતી. NSGમાં અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને ચીન સહિત કુલ ૪૮ સભ્યદેશો છે. NSG પરસ્પર સહમતીથી કામ કરે છે. NSGના સભ્યે પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કરવા અનિવાર્ય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK