અફઘાનિસ્તાનમાં ૭ ભારતીયોને સરકારી કર્મચારી સમજીને કિડનૅપ કરવામાં આવ્યા

આ એન્જિનિયરો પાવર કંપનીમાં કામ કરતા હતા, તાલિબાન પર શંકા

અફઘાનિસ્તાનના બાગલાન પ્રાંતની એક કંપનીમાં કામ કરતા ૭ ભારતીય એન્જિનિયરો સહિત ૭ કર્મચારીઓનું ગઈ કાલે સવારે કેટલાક બંદૂકધારીઓએ અપહરણ કર્યું હતું. તેઓ સરકારી કર્મચારી હોવાનું સમજીને તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાગલાન પ્રાંતની પોલીસે તાલિબાને અપહરણ કર્યું હોવાની શંકા વ્યક્ત કરી છે, પરંતુ ખરેખર કોઈ પણ સંગઠને એની જવાબદારી સ્વીકારી નથી. એ કર્મચારીઓ પાવર સ્ટેશન્સનું સંચાલન કરતી કંપનીમાં કામ કરે છે.

પોલીસે જણાવ્યા પ્રમાણે એ એન્જિનિયરો મિની બસમાં સરકારી પાવર સ્ટેશન તરફ જતા હતા ત્યારે અજાણ્યા બંદૂકધારીઓએ ૭ એન્જિનિયરો અને તેમના અફઘાની ડ્રાઇવરનું અપહરણ કર્યું હતું. અપહરણની આ ઘટનાના સમાચારને કાબુલસ્થિત ભારતીય રાજદૂતાલયના બે અધિકારીઓએ પણ સમર્થન આપ્યું હતું. અફઘાનિસ્તાનના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ્સમાં ભારતના ૧૫૦ એન્જિનિયરો અને ટેક્નિકલ નિષ્ણાતો કામ કરતા હોવાનું ભારતીય રાજદૂતાલયના અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીઓએ દેશના એન્જિનિયરોને છોડાવવા સક્રિય બન્યા હોવાનું જણાવ્યું હતું.

૨૦૧૬માં કાબુલમાં અપહરણ કરવામાં આવેલા ભારતીય કર્મચારીને ૪૦ દિવસ પછી છોડવામાં આવ્યો હતો.

૧૫૦ આટલા ભારતીય એન્જિનિયરો અફઘાનિસ્તાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ્સમાં કામ કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK