અમેરિકામાં મ્યુઝિક-શોમાં ધાણીફૂટ ગોળીબારમાં 58 લાશો ઢળી પડી

વરસાદ વરસે એમ બત્રીસમા માળેથી ગોળીઓ વરસી, લાસ વેગસમાં ઓપન ઍર મ્યુઝિક-શો માણી રહેલા લોકો પર થયો બેફામ ગોળીબાર : ૫૮ જણનાં મૃત્યુ, ૫૦૦ જણ ઘાયલ : ૬૪ વર્ષના શૂટરે પોતાને ગોળી મારીને કરી આત્મહત્યા: તેની ગર્લફ્રેન્ડને હિરાસતમાં લેવામાં આવી

us shootout




અમેરિકાના લાસ વેગસસ્થિત ઓપન ઍર મ્યુઝિક ફેસ્ટિવલની નજીકના સ્થળે મૅન્ડલે બે હોટેલ-કસીનોના બત્રીસમા માળેથી બંદૂકધારીએ કરેલા ગોળીબારમાં કમસે કમ ૫૮ જણ મૃત્યુ પામ્યા હતા અને ૫૦૦ જણ ઘાયલ થયા હતા. ૧૪ ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે. હુમલાખોર બંદૂકધારીએ પોતાના હોટેલની રૂમમાં પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે ગોળીબાર કરનાર શંકાસ્પદ વ્યક્તિ ૬૪ વર્ષનો સ્થાનિક રહેવાસી સ્ટીફન પૅડક તરીકે ઓળખાયો છે. મૅરિલોઉ ડૅન્લી નામની એક એશિયન મહિલા આ અટૅકર સાથે હતી અને પોલીસે તેને હિરાસતમાં લીધી છે. આ મહિલા તેની રૂમમેટ હોવાનું કહેવાય છે. અમેરિકાના ઇતિહાસમાં વિશાળ જનસમુદાય પર ગોળીબારનો અતિશય ઘાતકી ગણાતો આ પ્રથમ બનાવ ગણાય છે. ગોળીબાર શરૂ થતાં જ મ્યુઝિક કૉન્સર્ટના સ્થળેથી લોકોએ કિકિયારીઓ પાડતાં નાસભાગ કરવા માંડી હતી. આ નાસભાગ અને ધક્કામુકીમાં પણ અમુક લોકો ઘાયલ થયા હતા. શૂટરના હોટેલના રૂમની પણ પોલીસે તલાશી લીધી હતી અને દસ બંદૂકો જપ્ત કરી હતી.


મિનિટો સુધી કરવામાં આવેલા ધાણીફૂટ ગોળીબારને કારણે નાસભાગ મચી ગઈ હતી. સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વિડિયોઝમાં ઑટોમૅટિક શસ્ત્રો દ્વારા ગોળીબારનો અવાજ સંભળાતો હતો. હુમલા સાથે સંબંધિત બે વાહનો શોધવા માટે લાસ વેગસ સ્ટ્રિપ વિસ્તારમાં ઘટનાસ્થળની નજીકની હોટેલોને પોલીસે કૉર્ડન કરી લીધી હતી. આ ઘટનાને પગલે કેટલીક ફ્લાઇટ્સ બીજે વાળવામાં આવી હતી. ત્યાર પછી રઝળી પડેલા મુસાફરો તથા અન્ય લોકો લાસ વેગસના ઍરપોર્ટ પાસેની હોટેલો અને રેસ્ટોરાંમાં આશ્રય લઈ રહ્યા છે. સ્થાનિક સમય પ્રમાણે રાત્રે દસ વાગ્યે અને ભારતીય સમય પ્રમાણે સવારે સાડાદસ વાગ્યે આ ઘટના બની હતી.


લાસ વેગસ સ્ટ્રિપની કેટલીક હોટેલોમાં શુક્રવારથી કન્ટ્રી મ્યુઝિક ફેસ્ટિવલ (લોકસંગીત મહોત્સવ) ચાલે છે. એ વિસ્તારમાંની એક મૅન્ડલે બે હોટેલમાં બંદૂકધારીએ બત્રીસમા માળેથી ગોળીબાર કર્યો હતો. પોલીસ અને જ્ગ્ત્ સ્ટીફન પૅડકના બૅકગ્રાઉન્ડની તપાસ કરે છે, પરંતુ હોટેલમાં તે જે રૂમમાં રહેતો હતો એ રૂમમાંથી કેટલાંક હથિયારો પોલીસને મળ્યાં છે.


પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને પણ આ ઘટનાની તરત જાણ કરવામાં આવી હતી અને તેમણે આ ઘટનાને હૉરિફિક ટ્રૅજેડી ગણાવી હતી.


નેવાડામાં શસ્ત્રો રાખવા પર નિયંત્રણો બહુ ઢીલાં છે

અમેરિકામાં શસ્ત્રો રાખવા વિશેના સૌથી હળવા કાયદા નેવાડા સ્ટેટમાં છે. નેવાડામાં લોકોને બંદૂક, રિવૉલ્વર કે પિસ્ટલ જેવાં શસ્ત્રોની માલિકી નોંધાવ્યા વગર શસ્ત્રો રાખવાની છૂટ આપવામાં આવી છે. વ્યક્તિ એ પ્રકારનું શસ્ત્ર ખરીદે ત્યારે બૅકગ્રાઉન્ડ ચેક કરવામાં આવે છે. જોકે એ લોકોને અંગત રીતે શસ્ત્રો વેચવાની પણ છૂટ આપવામાં આવી છે. નેવાડા સ્ટેટમાં અસૉલ્ટ વેપન્સ એટલે કે ઑટોમૅટિક અને સેમી-ઑટોમૅટિક ફાયર આર્મ્સ પર પ્રતિબંધ નથી. નેવાડામાં કારતૂસો અને દારૂગોળો ખરીદવા બાબતે પણ કોઈ નિયંત્રણો કે મર્યાદાઓ નથી.


ISએ લીધી અટૅકની જવાબદારી


લાસ વેગસની ગોળીબારની ઘટનાની જવાબદારી આતંકવાદી સંગઠન IS દ્વારા લેવામાં આવી છે. ISનાં સૂત્રોએ હુમલાખોર કેટલાક મહિના પહેલાં ધર્મપરિવર્તન દ્વારા મુસ્લિમ બનેલો ISનો સૈનિક હોવાનો દાવો કર્યો હતો. જોકે એ દાવાના સમર્થનમાં એણે કોઈ પુરાવા આપ્યા નહોતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK