ઉત્તર ધ્રુવ પર છ મહિનાની લાંબી રાત અને દક્ષિણ ધ્રુવ પર છ મહિનાનો દિવસ

આપણે ગયા સપ્તાહે શિયાળાના ધુમ્મસની અજીબોગરીબ વાતો જાણી. આજે આપણે પ્રકૃતિના વધુ એક કરિશ્માની મજેદાર વાત જાણીએ. નિસર્ગનો આ કરિશ્મા એટલે છ મહિનાની રાત અને છ મહિનાનો દિવસ.

(સાયન્સ પ્લીઝ- જગદીશચંદ્ર ભટ્ટ)

આપણે ગયા સપ્તાહે શિયાળાના ધુમ્મસની અજીબોગરીબ વાતો જાણી. આજે આપણે પ્રકૃતિના વધુ એક કરિશ્માની મજેદાર વાત જાણીએ. નિસર્ગનો આ કરિશ્મા એટલે છ મહિનાની રાત અને છ મહિનાનો દિવસ. જરા કલ્પના કરો, સૂરજદેવ સતત છ મહિના સુધી અધ્ધર આકાશમાં ઝળહળતા હોય અને સતત છ મહિના સુધી દેખાય જ નહીં એવી અતિવિચિત્ર અને અણગમતી પરિસ્થિતિમાં કોઈ માનવી ભલા કઈ રીતે જીવી-રહી શકે? વળી સામાન્ય માનવીને પણ સ્વાભાવિક સવાલ થાય કે છ મહિનાની રાત્રિ અને છ મહિનાનો દિવસ વળી કઈ રીતે હોય?

ઉત્તર ગોળાર્ધમાં અત્યારે શિયાળો છે અને ઉત્તર ધ્રુવ પર છ મહિનાની રાત  : અત્યારે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ (ફ્શ્વદ્દhફૂશ્વઁ ણ્ફૂૃisક્ટhફૂશ્વફૂ)માં ઠંડોગાર શિયાળો ચાલે છે. ઉત્તર ભારતનાં હિમાલય, કાશ્મીર, લેહ, લદ્દાખ, શિમલા, મસૂરી વગેરે સ્થળોએ હિમવર્ષા થાય અને તાપમાન ઝીરો ડિગ્રીએ પહોંચી જાય. બીજી બાજુ પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન વગેરે રાજ્યોમાં ઠંડી જરૂર પડે; પરંતુ હિમવર્ષા એટલે કે સ્નોફૉલ ન થાય. શિયાળામાં કુદરતના બે મહત્વના ફેરફાર જોવા મળે. એક, ઠંડીનો અનુભવ થાય અને બીજું, દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી હોય. જોકે આશ્ચર્યની બાબત તો એ છે કે અત્યારે પૃથ્વીના સમગ્ર ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોવાથી દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી હોય છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોવાથી દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી હોય. બીજી રીતે સમજીએ તો અત્યારે ઉત્તર ધ્રુવ પર છ મહિનાની અતિલાંબી રાત ચાલે છે. કારણ? કારણ એ છે કે અત્યારે સૂર્યનારાયણ દક્ષિણ ગોળાર્ધમાં હોવાથી એ ઉત્તર ધ્રુવ પર પ્રમાણમાં ઓછા એટલે કે નીચા દેખાય. સરળ રીતે સમજીએ તો ઉત્તર ધ્રુવ પર સવિતાનારાયણ ક્ષિતિજ પર ભાગ્યે જ દેખાય. પરિણામે ત્યાં સૂર્યપ્રકાશ પણ નજીવો હોવાથી સમગ્ર વાતાવરણ ઘેરી સાંજ જેવું એટલે કે રાત જેવું લાગે. આવી ન સમજાય કે ન ગમે એવી પરિસ્થિતિ સતત છ મહિના સુધી રહે છે.

એક ખાસ સ્પષ્ટતા સાથે જાણકારી પણ મેળવીએ. અત્યારે સૂર્ય ભલે દક્ષિણ ગોળાર્ધમાં હોય, પરંતુ એની ઉત્તર ગોળાર્ધમાં જવાની ગતિવિધિ જરૂર શરૂ થઈ ગઈ છે. સરળ રીતે સમજીએ તો હવે ઉત્તરાયણ તબક્કાવાર શરૂ થઈ ગયું છે.

વળી નિસર્ગનો આ કરિશ્મા પણ આપણી પૃથ્વીની કક્ષાને કારણે જ થાય છે. પૃથ્વી એની ધરી પર ૨૩.૫ ડિગ્રીએ ઝૂકેલી સ્થિતિમાં ગોળ-ગોળ ઘૂમતી હોવાથી એના વિવિધ હિસ્સા વારાફરતી સૂર્ય સામે આવતા રહે. આ જ ગતિવિધિને કારણે દિવસ અને રાતનું સમયપત્રક પણ થતું રહે.

ઉત્તર ગોળાર્ધમાં કયા-કયા દેશોનો સમાવેશ થાય છે અને એની વિશિષ્ટતા: ઉત્તર ગોળાર્ધમાં યુરોપખંડ, એશિયાખંડ, આફ્રિકાનો ૨/૩ ભાગ, ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને કૅરિબિયન ટાપુઓનો સમાવેશ થાય છે. કૅરિબિયન ટાપુઓ એટલે વેસ્ટ ઇન્ડીઝના બાર્બાડોઝ, ગયાના અને જમૈકા વગેરે નાના ટાપુઓ; જ્યારે એશિયાખંડમાં ભારત, શ્રીલંકા, ચીન, પાકિસ્તાન, બંગલા દેશ, જપાન અને સિંગાપોર તથા યુરોપખંડમાં બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સ્પેન વગેરે રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. ઉત્તર ગોળાર્ધની વિશિષ્ટતા એ છે કે પૃથ્વીના વિશાળ ગોળાના આ અડધા હિસ્સામાં જમીનનો મોટો ભાગ છે. આ જ કારણસર ઉત્તર ગોળાર્ધમાં પૃથ્વીની ૯૦ ટકા જેટલી માનવવસ્તી છે. અત્યારે આ બધા જ દેશોમાં શિયાળો હોવાથી દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. સરળ રીતે સમજીએ તો ઉત્તર ગોળાર્ધમાં ૨૨ ડિસેમ્બરથી ૨૦ માર્ચ સુધી શિયાળો હોય છે.

દક્ષિણ ગોળાર્ધમાં અત્યારે ઉનાળો છે અને દક્ષિણ ધ્રુવ પર છ મહિનાનો દિવસ: નિસર્ગનો આવો જ કરિશ્મા દક્ષિણ ગોળાર્ધમાં અને દક્ષિણ ધ્રુવ (લ્uદ્દh ભ્શ્રફૂ) પર પણ જોવા મળે છે. અત્યારે સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં હોવાથી એનાં કિરણોનો પ્રકાશ સીધો આ વિશાળ હિસ્સા પર પડે છે. પરિણામે આ સમગ્ર વિસ્તારમાં ગરમીનો અનુભવ થાય. બીજી રીતે સમજીએ તો સૂરજ દક્ષિણ ધ્રુવ પર સંપૂર્ણપણે અને બરાબર માથા પર દેખાય એટલે દક્ષિણ ધ્રુવ પર છ મહિનાનો દિવસ રહે.

દક્ષિણ ગોળાર્ધમાં કયા-કયા દેશોનો સમાવેશ થાય છે અને એની વિશિષ્ટતા: દક્ષિણ ગોળાર્ધમાં ઍન્ટાર્કટિકા, ઑસ્ટ્રેલિયા, સાઉથ અમેરિકાનો મોટો ભાગ, આફ્રિકાનો દક્ષિણ ભાગ, ન્યુ ઝીલૅન્ડ અને એશિયાખંડના અમુક ટાપુઓનો સમાવેશ થાય છે. દક્ષિણ ગોળાર્ધની વિશિષ્ટતા એ છે કે પૃથ્વીના ગોળાના આ વિશાળ ભાગમાં પાણી વધુ છે એટલે કે અહીં સાઉથ ઍટલાન્ટિક ઓશન, ઇન્ડિયન ઓશન અને સાઉથ પૅસિફિક ઓશન જેવા સાગરો છે. પરિણામે આ વિસ્તારમાં જમીન ઓછી, માનવવસ્તીનું પ્રમાણ બહુ ઓછું એટલે કે ફક્ત ૧૦થી ૧૨ ટકા જેટલું છે.

છ મહિનાની રાત અને છ માસનો દિવસ હોય તો માનવઆરોગ્ય પર કેવી અસર થાય? : માનવશરીર એક ચોક્કસ પ્રકારની કુદરતી શિસ્ત પ્રમાણે ચાલે છે. ઉદાહરણરૂપે આપણે બધા ૧૨ કલાકનો દિવસ અને ૧૨ કલાકની રાત્રિના સમયપત્રક મુજબ ટેવાઈ ગયા છીએ. વળી આ જ આદત પ્રમાણે આપણાં ભોજન, નિદ્રા, સવારમાં જાગવું, રાત્રે સૂવું અને કાયોર્નું માળખું ગોઠવાયું હોય છે. હવે કલ્પના કરો કે ઘડિયાળમાં રાત્રિના બાર થયા હોય અને છતાં આકાશમાં સૂર્ય ઝળહળતો હોય તો તમારી દિનચર્યા પર કેવી-કેવી અસર થાય? તમને સ્વાભાવિક રીતે જ પહેલાં ભૂખ લાગશે અને પછી ઊંઘ આવશે, પરંતુ તમારી આ નિયમિત દિનચર્યામાં મોટું ગાબડું પડશે એટલે કે ન તમે ઊંઘી શકશો કે ન તમને ભૂખ લાગશે. સરળ રીતે સમજીએ તો શરીરનું કુદરતી ચક્ર એટલે કે બાયો-રિધમ આડુંઅવળું થઈ જાય. હૃદયના ધબકારા અને લોહીનું પરિભ્રમણ અનિયમિત થઈ જાય. વળી ભૂખ અને નિદ્રાનું ચક્ર પણ ખોરવાઈ જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK