વાળમાં પણ બૉમ્બ હોઈ શકે : મહિલાનું અપમાનજનક રીતે ચેકિંગ કરવામાં આવ્યું

હૅર-ડ્રેસર્સ આઇસિસ બ્રૅન્ટલીને તાજેતરમાં જ્યૉર્જિયાના ઍટલાન્ટાના હાટ્ર્‍સફીલ્ડ-જૅક્સન ઇન્ટરનૅશનલ ઍરર્પોટ પર સિક્યૉરિટી ઑફિસરોનો બહુ કડવો અનુભવ થયો હતો. આઇસિસ તપાસ માટેના સ્કૅનિંગ ડિવાઇસમાંથી પસાર થઈ ગઈ એ પછી તેની આફ્રો પ્રકારની હૅરસ્ટાઇલને કારણે તેને ફરીથી અટકાવીને ફરીથી તેના વાળનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.

 

એ માટેનું કારણ જણાવતાં અધિકારીએ કહ્યું હતું કે ‘સૉરી મૅડમ, તમારા વાળમાં બૉમ્બ છુપાવી શકવાની સંભાવનાને કારણે એની તપાસ કરવી પડશે. જો તમે તપાસ નહીં કરાવો તો તમને આગળ જવા દેવામાં નહીં આવે.’


પોતાના અનુભવ વિશે વાત કરતાં ટેક્સસના ડલાસની આઇસિસ કહે છે કે ‘તેમના આગ્રહને કારણે મેં તેમને મારા વાળ તપાસવાની પરવાનગી આપી હતી, પણ તેમણે પ્રાઇવેટ એરિયામાં લઈ જઈને તપાસ કરવાને બદલે ત્યાં જ મારા વાળની તપાસ કરવા માંડી હતી. તેમનું આ વર્તન મને બહુ અપમાનજનક લાગ્યું હતું. મારી આંખોમાં આંસુ આવી ગયાં હતાં. જોકે પછી મેં તેમના હેડને આ વાતની ફરિયાદ કરી હતી અને તેમણે મારી માફી માગી લીધી હતી. હું નિયમિત મારા ક્લાયન્ટને મળવા જાઉં છું અને મારા વાળ ૨૦ વર્ષથી આવા જ છે. આ પહેલાં ક્યારેય મારી આટલી અપમાનજનક રીતે તપાસ નથી કરવામાં આïવી. હવે મને ફરીથી પ્રવાસ કરતાં ચોક્કસ ડર લાગશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK