ઇજિપ્તની મસ્જિદ પર ઉગ્રવાદીઓ ત્રાટક્યા ૨૩૫નાં મોત, અસંખ્ય ઘાયલ

ઇજિપ્તના અશાંત ક્ષેત્ર ગણાતા નૉર્થ સિનાઈ પ્રાંતની મસ્જિદ પર ગઈ કાલે બૉમ્બવર્ષા અને ગોળીબાર કરવામાં આવતાં ૨૩૫ જણ માર્યા ગયા હતા અને ૧૦૦થી વધુ ઘાયલ થયા હતા.

egypt

અલ-અરિશ શહેરની રોવડા મસ્જિદ પર હુમલો ઉગ્રવાદીઓએ કર્યો હોવાની શંકા ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ વ્યક્ત કરે છે. મસ્જિદ પાસે પ્લાન્ટ કરેલો બૉમ્બ શુક્રવારની નમાઝ વખતે ફાટ્યો હતો. ત્યાર પછી આસપાસ ઊભા રહેલાં વાહનોમાંથી બહાર નીકળેલા બંદૂકધારીઓએ મસ્જિદમાંથી નીકળીને રસ્તા પર નાસભાગ કરતા લોકો પર ગોળીબાર શરૂ કર્યો હતો. એક પણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી જાહેર કરી નથી.

આ ઘટનાના અનુસંધાનમાં ઇજિપ્તની સરકારે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ૨૦૧૧ના જાન્યુઆરી મહિનામાં દેશવ્યાપી ક્રાન્તિ દરમ્યાન એ વખતના રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકને પદભ્રષ્ટ કરવામાં આવ્યા પછી ઇજિપ્તના નૉર્થ સિનાઈ પ્રાંતમાં ઉગ્રવાદીઓના હિંસક હુમલાની સંખ્યાબંધ ઘટનાઓ બની છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK