એક રૂપિયાથી ઓછી રકમના મિસમૅચને પણ ચલાવી નહીં લેવાય GST રિટર્ન્સમાં

કરની ચુકવણીમાં ૦.૭૭૯૯૯૯૯૯૯૯૯૮૮૩૫૮૫ રૂપિયાના ફરકની સ્પષ્ટતા કરવાની નોટિસ એક એન્જિનિયરિંગ કંપનીને મળી

SGT

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) સ્પષ્ટતા લાવશે એવું વચન પાર પડવાનાં ચિહ્નો મળવા લાગ્યાં છે. GST અધિકારીઓ ડેટા-ઍનલિટિક્સનું જે શક્તિપ્રદર્શન કરી રહ્યા છે એ જોતાં લાગે છે કે કોઈ મિસમૅચ કે વિસંગતિ તેમના ધ્યાન બહાર નહીં રહે.

GST અધિકારીઓ તેમના ખાતાને સરભર કરવા એક રૂપિયાથી નીચે ૧૭ દસાંશ પૉઇન્ટ સુધી જઈ રહ્યા છે.

અમદાવાદની એક એન્જિનિયરિંગ કંપનીના માલિકને રાજ્યના વેરાવિભાગ તરફથી એક નોટિસ મળી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તમારી કરની ચુકવણીમાં ૦.૭૭૯૯૯૯૯૯૯૯૯૮૮૩૫૮૫ રૂપિયાની વિસંગતિ છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે GSTR-૧ અને GSTR-૩Bની વેરાની રકમમાં ઑક્ટોબર ૨૦૧૭થી ડિસેમ્બર ૨૦૧૭ વચ્ચે રહેલા ૦.૦.૭૭૯૯૯૯૯૯૯૯૯૮૮૩૫૮૫ રૂપિયાની સ્પષ્ટતા કરો.

જેમના વેરાની ચુકવણી અંતિમ વેચાણના રિટર્ન્સ સાથે મેળ નથી ખાતી તેમને GSTના અધિકારીઓ સ્ક્રુટિની-નોટિસ મોકલવા લાગ્યા છે. મહેસૂલ વિભાગે શોધી કાઢ્યું છે કે આશરે ૩૪ ટકા વેરાની ઓછી ચુકવણી થઈ છે એ પછી આ નોટિસો મોકલવાનું શરૂ કરવામાં આવ્યું છે. એ ઉપરાંત એવી કંપનીઓ છે જેમનાં ફાઇનલ વેચાણનાં રિટર્ન્સ GST-૧નો મેળ પરચેઝ રિટર્ન GSTR-૨A સાથે ખાતો નથી તેમને પણ સ્ક્રુટિની-નોટિસો મોકલવામાં આવી છે. GSTR-૨એ વેચાણકર્તાની સિસ્ટમ દ્વારા ઑટો-જનરેટ થાય છે.

મહેસૂલ વિભાગે માર્ચ મહિનામાં કરેલા વિશ્લેષણ પ્રમાણે જુલાઈ-ડિસેમ્બર વચ્ચે ઇનિશિયલ સમરી રિટર્ન (GSTR-૩B) ફાઇલ કરતી વખતે વેપારો દ્વારા ૩૪,૪૦૦ કરોડ રૂપિયા ઓછો કર ચૂકવવામાં આવ્યો હતો. વેપારોના આ ૩૪ ટકાએ GSTR-૩B ફાઇલિંગ દ્વારા ૮.૧૬ લાખ કરોડ રૂપિયાના કરની ચુકવણી કરી હતી, જ્યારે GSTR-૧ ડેટાના ઍનૅલિસિસમાં જણાય છે કે તેમના કરની જવાબદારી ૮.૫૦ લાખ કરોડ રૂપિયાની હોવી જોઈએ.

વેપારીઓને GSTR-૧ અને GSTR-૩B તેમ જ GSTR-૨A તથા GSTR-૩B વચ્ચેના ફરકની સ્પષ્ટતા માગતી નોટિસો મળવા લાગી છે.

GSTR-૧ અને ૩B વચ્ચેનો મેળ મેળવવા (રિકન્સિલિયેશન)થી બહાર કરાયેલી બધી સપ્લાય પર કરવામાં આવેલા વેરાની ચુકવણી વેરિફાય થાય છે, જ્યારે GSTR-૨A અને GSTR-૩B વચ્ચેના રિકન્સિલિયેશનથી એ વેરિફાય થાય છે કે વેપાર દ્વારા ક્લેમ કરવામાં આવેલી ક્રેડિટ્સ સપ્લાયર્સ દ્વારા ખરેખર ચૂકવવામાં આવેલા વેરા સંબંધિત છે અને એમાં સરકારની તિજોરીને કોઈ નુકસાન થતું નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK